Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:અમદાવાદ સહિત રાજ્યનાં 700 પોલીસ સ્ટેશન 160 IPSએ દત્તક લીધા, લોકો સાથેનો વ્યવહાર, પાણી, CCTV સહિતની સુવિધા પર નજર રાખશે

    21 hours ago

    ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને હવે કોર્પોરેટ લુક મળશે. ડીજીપીથી માંડીને 160થી વધારે આઈપીએસ અધિકારીઓએ એક - એક પોલીસ સ્ટેશન દત્તક લીધા છે. અમદાવાદમાં 49 તેમજ ટ્રાફિકના 14 મળી કુલ 63 તેમજ રાજ્યમાં કુલ 700 પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશનમાં પાયાની સગવડો જેવી કે પાણી, ગટર, શૌચાલય, સીસીટીવી કેમેરા, લોકઅપ, ડસ્ટબીન જેવી તમામ સગવડોની જવાબદારી જે તે આઈપીએસ અધિકારીને સોંપાઈ છે. પોલીસનો લોકો સાથેનો વ્યવહાર તેમજ તમામ રેકોર્ડ, મુદ્દામાલ, પોલીસની સમસ્યા સહિતની તમામ બાબતોનું સીધું મોનિટરિંગ જે - તે આઈપીએસ અધિકારી કરશે. સીધી રીતે કહી એ તો અધિકારીઓ હવે ગુનેગારો ને જ નહીં પરંતુ પોલીસ સ્ટેશનની સુવિધા પર પણ નજર રાખશે. પોલીસ સુધારણા વિભાગના અધિક પોલીસ મહાનિર્દેષક ખુરધીશ અહેમદે તમામ આઈપીએસ અધિકારીઓને એક - એક પોલીસ સ્ટેશન દત્તક લેવા માટે પરિપત્ર કર્યો હતો. ડીજીપી, 4 શહેરના પોલીસ કમિશનર, 9 રેન્જ ડીઆઈજી, 34 જિલ્લા ડીએસપી સહિત 160થી વધારે આઈપીએસ અધિકારીઓના નામ તેમજ તે અધિકારી કયુ પોલીસ સ્ટેશન દત્તક લઈ રહ્યા છે તેના નામ સાથેની યાદી તૈયાર કરીને 12 માર્ચે આપી દેવાઈ છે. 70 સુવિધાની યાદી અપાઈ, 15 એપ્રિલ સુધીમાં રિપોર્ટ આપવો પડશે જે પણ આઈપીએસ અધિકારીઓને પોલીસ સ્ટેશન દત્તક લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને15 એપ્રિલ સુધીમાં પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને ત્યાં મળવા પાત્ર 70 સુવિધાઓ સાથેની યાદી આપવામાં આવી છે. તેમાંથી ત્યાં જે પણ સુવિધા ન હોય તે પૂરી કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ સ્ટેશન દત્તક લીધા પછી પણ જો તે પોલીસ સ્ટેશનમાં સુવિધા પૂરી નહીં થાય તો તે માટે પોલીસ સ્ટેશન દત્તક લેનાર આઈપીએસ અધિકારીને જવાબદાર ઠેરાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ખાણીપીણીની ગુણવત્તા સુધરશે:માણેકચોકથી લો ગાર્ડન સુધીના 50 હજાર લારી-ગલ્લાનો ‘ડિજિટલ મેપ’ બનશે
    Next Article
    સગીરે સર્જ્યો જીવલેણ અકસ્માત:13 વર્ષના સગીરે ટુવ્હીલર ચલાવીને બાળકી-વૃદ્ધને ટક્કર મારી, વૃદ્ધનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment