Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 70 લાખની લક્ઝુરિયસ Audi સળગી:પાલ ગ્રીન સિટી રોડ પર ચાલુ કારના બોનેટમાંથી ધુમાડા નીકળ્યા, ચાલકની સમયસૂચકતાથી જીવ બચ્યો

    10 hours ago

    સુરત શહેરના પોશ ગણાતા પાલ વિસ્તારમાં મોડી રાત્રે એક લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. પાલ ગ્રીન સિટી રોડ પરથી પસાર થઈ રહેલી 70 લાખ રૂપિયાની કિંમતની ઓડી કારમાં શોર્ટ સર્કિટના કારણે બોનેટના ભાગે વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. જોકે, કારચાલકે સમયસૂચકતા વાપરી તુરંત જ બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બોનેટમાંથી ધુમાડા નીકળતા જ સાઈડમાં કાર પાર્ક કરી પાલ વિસ્તારમાં રહેતા હેમંતભાઈ પટેલ તેમની 70 લાખની ઓડી કાર (GJ-05-JF-9342) લઈને પાલ ગ્રીન સિટી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કારના બોનેટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. વાહનમાં કોઈ ખામી સર્જાઈ હોવાનું ધ્યાને આવતાં જ હેમંતભાઈએ જરાય ડર્યા વગર તુરંત કારને રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને પલકારામાં જ દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા. જોતજોતામાં કારના આગળના ભાગને લપેટમાં લીધો ચાલક બહાર નીકળ્યાની ગણતરીની મિનિટોમાં જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કારના બોનેટ અને એન્જિન વાળા ભાગમાંથી ઊંચી જ્વાળાઓ નીકળવા માંડી હતી. મુખ્ય માર્ગ પર લક્ઝુરિયસ કાર આગના ગોળામાં ફેરવાઈ જતાં રોડ પરથી પસાર થતાં વાહનચાલકો અને આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતાં ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી કોલ મળતાં જ નજીકના ફાયર સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ પાઈપ લાઈન બિછાવીને પાણીનો મારો ચલાવ્યો હતો અને ટૂંક સમયમાં જ આગને સંપૂર્ણ રીતે બુઝાવી દીધી હતી. જોકે, આગ ઓલવાય ત્યાં સુધીમાં કારનું એન્જિન, બોનેટ અને વાયરિંગ બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું અનુમાન ફાયર વિભાગના જણાવ્યા મુજબ, પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ એન્જિનના વાયરિંગમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જણાય છે. કારચાલકની સતર્કતાના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આશરે ₹70 લાખની કારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પોલીસે 8 ગુમ-ચોરી થયેલા મોબાઇલ શોધી માલિકોને પરત કર્યા:તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 2.48 લાખનો મુદ્દામાલ અરજદારોને સોંપાયો
    Next Article
    દમણમાં ગેરકાયદે દારૂનો મોટો જથ્થો ઝડપાયો:2,763 બોટલ દારૂ, બિયર અને બાઇક સહિત ₹3.20 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment