Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવર કટની સમસ્યા વચ્ચે ફ્યુઅલ ચાર્જમાં 70 પૈસાનો વધારો:લાઈટ બિલના વધારાથી 450 મિલો પર સંકટ, દર મહિને 5 લાખના બોજાથી મિલ માલિકોની હાલત કફોડી

    15 hours ago

    સુરત જિલ્લામાં આવેલા ટેક્સટાઇલ ઉદ્યોગ પર હાલ બેવડું સંકટ છે. એક તરફ ઇન્ડસ્ટ્રીઝને નિયમિત પાવર સપ્લાયની ડિમાન્ડ પૂર્ણ થતી નથી, તો બીજી તરફ વીજ કંપની દ્વારા ફ્યુઅલ અને વેરીએબલ ચાર્જનો બોજો લાદવામાં આવ્યો છે. દોઢ થી 2 કલાકના પાવર કટ વચ્ચે 1 જુલાઈ 2026થી વીજળીના બિલમાં યુનિટ દીઠ 60 થી 70 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારા અને અનિયમિત પાવર સપ્લાયના કારણે સુરતની 450 જેટલી મિલોના માલિકોની હાલત કફોડી બની ગઈ છે. મિલ દીઠ 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ વધ્યો વીજળીના ભાવ વધારાને કારણે મિલોના પ્રોડક્શન કોસ્ટમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. અગાઉ વીજળીનું યુનિટ 7 થી 7.5 રૂપિયામાં પડતું હતું, તે હવે 8.5 થી 9 રૂપિયા પહોંચી ગયું છે. આ નવા ચાર્જના કારણે એક મિલ દીઠ 4 થી 5 લાખ રૂપિયાનો વધારો નોંધાયો છે. છેલ્લા બે વર્ષમાં દર મહિને બિલિંગમાં 5 થી 6 લાખ રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે, જે ઉદ્યોગોના આર્થિક માળખાને તોડી રહ્યો છે. પાવર કટથી આધુનિક મશીનરીને ભારે નુકસાન ઉદ્યોગમાં લેટેસ્ટ મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ અનિયમિત પાવર સપ્લાય સ્પીડબ્રેકર સમાન છે. મિલ સંચાલકો અનુસાર, વીજળી આવ-જા કરે ત્યારે મશીનો પર ઇલેક્ટ્રોનિક જર્ક લાગે છે, જેનાથી સેન્સરવાળા મશીનોને નુકસાન પહોંચે છે. પાવર કટ બાદ મશીનો ફરી શરૂ કરવામાં ઘણો સમય વેડફાય છે. વીજળીના શટડાઉનમાં થોડી રાહત મળી છે, પરંતુ અચાનક વીજ કાપની સમસ્યા હજુ પણ યથાવત છે. પૈસા વધારે લાગે તો વાંધો નથી, પણ વીજળી રેગ્યુલર આપો: જીતુ વખારિયા સુરત મિલ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, "ઇન્ટરનેશનલ ફ્યુઅલના ભાવ વધતા કોસ્ટ વધી છે. અમારું માત્ર એક જ કહેવું છે કે થોડા પૈસા વધારે લાગે તો અમને વાંધો નથી, પરંતુ પૂરવઠો કોઈપણ જાતના સ્ટોપેજ કે બ્રેકેજ વગર 6 કે 7 દિવસ સતત મળવો જોઈએ. જો રેગ્યુલર પાવર સપ્લાય મળે તો અમારા ઘણા કામો સરળતાથી થઈ શકે અને નુકસાનીથી બચી શકાય." ઉદ્યોગને બચાવવા તંત્રના સપોર્ટની જરૂરિયાત સતત વધતા વીજળીના ભાવ અને નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કાપડ ઉદ્યોગ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. મિલ માલિકોની માંગ છે કે જો હાઈ ટેન્શન ચાર્જ વસૂલવામાં આવતો હોય, તો નિરંતર પાવર સપ્લાયની ખાતરી મળવી જોઈએ. જનરેટર પર આધાર રાખવો પોસાય તેમ નથી. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો ઉત્પાદન ઘટવાની સાથે રોજગારી પર પણ માઠી અસર પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    રમવા ગયેલી 12 વર્ષની દીકરી સાથે બાપ-દીકરાએ અડપલા કર્યાનો આક્ષેપ:અમદાવાદમાં આરોપી મહિલાએ સગીરાની માતાની આંખમાં મરચાંની ભૂકી નાખી, પિતાને છરીથી હુમલો કર્યો
    Next Article
    માસિયાઈ ભાઈએ 159 ગ્રામ સોનું ઓળવ્યું:ધંધા માટે સોનું લઈ મફતમાં દાગીના બનાવવાની લાલચ આપી SMCના કોન્ટ્રાકટર સાથે છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment