Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માસિયાઈ ભાઈએ 159 ગ્રામ સોનું ઓળવ્યું:ધંધા માટે સોનું લઈ મફતમાં દાગીના બનાવવાની લાલચ આપી SMCના કોન્ટ્રાકટર સાથે છેતરપિંડી

    14 hours ago

    સુરતના કતારગામ વિસ્તારમાં સંબંધી વચ્ચે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પોતાના ધંધા માટે સોનું ઉછીનું લઈ, દીકરીના લગ્નમાં મફતમાં દાગીના બનાવી આપવાની લાલચ આપી માસિયાઈ ભાઈએ જ ફરિયાદીનું 159.675 ગ્રામ સોનું પચાવી પાડ્યું છે. આ મામલે કતારગામ પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ધંધાના બહાને સોનું લીધું, મફત મજૂરીની લાલચ આપી વિશ્વાસ જીત્યો કતારગામ સુમુલ ડેરી રોડ પર આવેલી શ્રીનિકેતન સોસાયટીમાં રહેતા 62 વર્ષીય પાલિકાના કોન્ટ્રાક્ટર જયસુખભાઈ સવજીભાઈ કોટડીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના માસીના દીકરા ગોરધનભાઈ નાથાભાઈ સંઘાણી (રહે. પંચવટી એપાર્ટમેન્ટ, ઉમિયાધામ રોડ, વરાછા) ભાગળ વિસ્તારમાં સોનાની ઝવેરી કામનું જોબવર્ક કરે છે. જાન્યુઆરી 2022માં ગોરધનભાઈએ જયસુખભાઈને જણાવ્યું હતું કે પોતાના ધંધાને આગળ વધારવા માટે થોડા સમય સોનાની જરૂર છે. સામે જયસુખભાઈએ પોતાની દીકરીના કરિયાવર માટે સોનું રાખ્યું હોવાનું જણાવતાં આરોપીએ લાલચ આપી હતી કે લગ્ન સમયે તે કોઈપણ મજૂરી લીધા વગર દાગીના બનાવી આપશે અથવા લગડી પરત કરી દેશે. 209 ગ્રામમાંથી માત્ર 50 ગ્રામ પરત કર્યું, બાકીનું ઓળવી ગયો આરોપીની વાતોમાં આવી જયસુખભાઈએ જુદા જુદા સમયે ખરીદેલી 24 કેરેટ અને 22 કેરેટની કુલ 209.955 ગ્રામ સોનાની લગડીઓ તેમજ મંગળસૂત્ર (કિંમત રૂ. 5,90,330) ગોરધનભાઈને આપ્યા હતા. ત્યારબાદ થોડા મહિના પછી ઉઘરાણી કરતાં જૂન 2022માં આરોપીએ 24 કેરેટની 50.280 ગ્રામની એક લગડી પરત કરી હતી. જોકે બાકી રહેલું 159.675 ગ્રામ સોનું (ખરીદ કિંમત રૂ. 4,49,513) પરત આપવામાં ગોરધનભાઈ વારંવાર વાયદા કરતો રહ્યો હતો અને છેલ્લે ફોન ઉપાડવાનો પણ બંધ કરી દીધો હતો. જયસુખ કોટડીયાની ગોરધન સંઘાણી સામે ફરિયાદ લાંબા સમય સુધી વાયદાઓ મળ્યા બાદ છેતરાયાનો અહેસાસ થતાં જયસુખભાઈ કોટડીયાએ આખરે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ગોરધનભાઈ નાથાભાઈ સંઘાણી સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાવર કટની સમસ્યા વચ્ચે ફ્યુઅલ ચાર્જમાં 70 પૈસાનો વધારો:લાઈટ બિલના વધારાથી 450 મિલો પર સંકટ, દર મહિને 5 લાખના બોજાથી મિલ માલિકોની હાલત કફોડી
    Next Article
    ગુજરાત હાઈકોર્ટે POCSO કેસમાં આરોપીની 10 વર્ષની સજા રદ્દ કરી:ફરી કેસની ટ્રાયલ 6 મહિનામાં પૂર્ણ કરવી પડશે; કોર્ટ ટ્રાયલ વખતે મૂક પ્રેક્ષક બનીને રહી શકે નહીં, તમામ કોર્ટોમાં ઓર્ડર સરક્યુલેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment