Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં 70મી રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું સમાપન:અમરેલીની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું, બોટાદ દ્વિતીય અને ભાવનગર ગ્રામ્ય તૃતીય ક્રમે રહ્યું

    2 days ago

    બીલીમોરામાં ૭૦મી અખિલ ભારતીય SGFI રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું સમાપન થયું. આ સ્પર્ધામાં અમરેલીની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે બોટાદ દ્વિતીય અને ભાવનગર ગ્રામ્ય તૃતીય ક્રમે રહ્યું. આ સ્પર્ધાનું આયોજન 5 થી 16 ઓક્ટોબર દરમિયાન બી.વી.કે. મંડળ સંચાલિત વી.એસ. પટેલ કોલેજ મેદાન ખાતે કરાયું હતું. તેમાં ગુજરાતના ૩૨ જિલ્લાની અન્ડર-૧૪, અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. ખેલાડીઓની સુરક્ષા માટે મેડિકલ અને ફિઝિયોથેરાપી ટીમની વ્યવસ્થા કરાઈ હતી. સમાપન સમારોહમાં હેન્ડબોલ એસોસિએશનના પ્રમુખ ડો. સનમભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશભાઈ નેમાણી અને જિલ્લા રમતગમત અધિકારી અલ્પેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા ટીમોને અભિનંદન પાઠવ્યા અને ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. આ સ્પર્ધાથી બીલીમોરામાં રમતગમતનું વાતાવરણ વધુ જીવંત બન્યું.
    Click here to Read More
    Previous Article
    વોકેશનલ ટ્રેનર્સનો પગાર અને રજા મુદ્દે સરકાર સામે આક્રોશ:કાગળ પર રૂ.24 હજાર પગાર, હાથમાં માત્ર રૂ.14થી 16 હજાર અપાતા હોવાનો આક્ષેપ સાથે ગાંધીનગરમાં રજૂઆત
    Next Article
    પાટડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદાન યોજાયું:17 ઓક્ટોબરે પરિણામ, વેપારી પેનલની ચાર બેઠકો બિનહરીફ થઈ;17 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment