Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોકેશનલ ટ્રેનર્સનો પગાર અને રજા મુદ્દે સરકાર સામે આક્રોશ:કાગળ પર રૂ.24 હજાર પગાર, હાથમાં માત્ર રૂ.14થી 16 હજાર અપાતા હોવાનો આક્ષેપ સાથે ગાંધીનગરમાં રજૂઆત

    2 days ago

    ગુજરાતની સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ આપતા વોકેશનલ ટ્રેનર્સે વેતન, રજાઓ અને નોકરીની સુરક્ષાના મુદ્દે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. બનાસકાંઠા, વાવ, થરાદ અને વડોદરા સહિતના વિસ્તારોમાંથી આવેલા ટ્રેનર્સે ગાંધીનગરમાં રજૂઆત કરીને આક્ષેપ કર્યો છે કે, કાગળ પર રૂ. 24,000 માસિક વેતનની વાત થાય છે, પરંતુ વાસ્તવમાં ઘણા ટ્રેનર્સને રૂ. 14,000થી રૂ. 16,000 જેટલી રકમ જ મળે છે. અગાઉ રૂ. 21,000 જેટલો પગાર મળતો હોવા છતાં હવે વેતનમાં કપાત થતી હોવાનો પણ તેમનો દાવો છે. રવિવાર અને જાહેર રજાઓનું વેતન, માતૃત્વ રજા અને સમયસર પગાર જેવા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે. ‘રૂ.24 હજાર મંજૂર હોવાનું કહેવાય છે, પણ હાથમાં પૂરો પગાર મળતો નથી’ બનાસકાંઠાના વોકેશનલ ટ્રેનર જાદવ રાકેશકુમારે જણાવ્યું કે, ટ્રેનર્સના પ્રશ્નો અંગે પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર જિતેન્દ્ર જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. તેમની મુખ્ય માગણી છે કે, રવિવાર અને જાહેર રજાઓના દિવસોનું વેતન કાપવામાં ન આવે અને નિયમ મુજબ મળવાપાત્ર પગાર ચૂકવવામાં આવે. પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ફરી રજૂઆત કરીને જરૂર પડ્યે વિધાનસભા સુધી લડત લઈ જવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે. વડોદરા જિલ્લાના વોકેશનલ ટ્રેનર શાલિની સાળુંકેએ પણ પગારની સમસ્યા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જો યોગ્ય ન્યાય નહીં મળે તો ઉપવાસ પર ઉતરવા સહિતનાં પગલાં ભરવાની ચીમકી તેમણે આપી છે. ‘ઘણી વખત ગાંધીનગર આવ્યા, છતાં કોઈ ઉકેલ નહીં’ ગજેન્દ્ર નામના ટ્રેનરે શિક્ષણ ક્ષેત્રની પ્રાથમિકતાઓ અંગે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, મોટા કાર્યક્રમોમાં લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ શિક્ષકો અને શિક્ષણ સાથે સંકળાયેલા કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. ટ્રેનર્સના જણાવ્યા મુજબ, તેઓ અગાઉ પણ એકથી વધુ વખત ગાંધીનગર આવીને રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. આ કારણે હવે પોતાના હકો માટે વધુ મજબૂત રીતે અવાજ ઉઠાવવાની તૈયારી તેઓ કરી રહ્યા છે. 20 દિવસથી પગાર નહીં મળ્યાનો આક્ષેપ વાવ-થરાદ વિસ્તારમાં નોકરી કરતાં વોકેશનલ ટ્રેનર સાધુ સોનલબેન વિષ્ણુભાઈએ જણાવ્યું કે, તેઓ પોતાના હક માટે સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા ગાંધીનગર આવ્યાં છે. નોકરી કરતાં હોવા છતાં 20 દિવસથી વધુ સમય વીતી ગયો છે અને હજુ સુધી પગાર મળ્યો નથી. સમયસર વેતન ન મળવાથી કર્મચારીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેથી પગારની નિયમિત ચૂકવણી થાય તેવી તેમની માગણી છે. ‘4.5 વર્ષથી નોકરી કરું છું, છતાં પગાર અને રજાની અનિશ્ચિતતા’ થરાદનાં વોકેશનલ ટ્રેનર પરમાર ડિમ્પલે જણાવ્યું કે, તેઓ છેલ્લા સાડા ચાર વર્ષથી નોકરી કરી રહ્યાં છે. કાગળ પર રૂ, 24,000 પગારની વાત કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તેમને માત્ર રૂ. 14,000થી રૂ.15,000 જેટલું જ વેતન મળે છે. અગાઉ રવિવાર અને જાહેર રજાઓ મળતી હતી, પરંતુ હવે કામના દિવસો ગણીને મજૂરીના ધોરણે ચૂકવણી થતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. ડિમ્પલે માતૃત્વ રજાનો મુદ્દો પણ ગંભીર ગણાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, પ્રસૂતિ સમયે રજા અને નોકરી ચાલુ રહેવાની સુરક્ષા ન હોવાથી મહિલા ટ્રેનર્સને નોકરી છોડવી પડે અથવા રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ ઊભી થાય છે. આ બાબતે જિલ્લા સ્તરેથી લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરી છતાં કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી. નાનું બાળક હોવા છતાં ત્રીજી વખત ગાંધીનગર આવવું પડ્યું હોવાનું જણાવી તેમણે પ્રશ્નોના કાયમી ઉકેલની માગ કરી હતી. વોકેશનલ ટ્રેનર્સનું કહેવું છે કે, તેઓ શાળાઓમાં વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવા સાથે પ્રાયોગિક તાલીમ અને અન્ય શૈક્ષણિક જવાબદારીઓ પણ નિભાવે છે. તેમ છતાં વેતન અને રજાઓના પ્રશ્નો યથાવત રહેતા હોવાને કારણે તેઓ નારાજ છે. હવે રજૂઆતો બાદ પણ ન્યાય નહીં મળે તો વિધાનસભા સુધી લડત લઈ જવા અને ઉપવાસ સહિતનાં પગલાં ભરવાની ચીમકી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કોડીનારમાં બોલેરોમાંથી સસ્તા અનાજનો ગેરકાયદે જથ્થો પકડાયો:વહીવટી તંત્રે ₹3.33 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો
    Next Article
    બીલીમોરામાં 70મી રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું સમાપન:અમરેલીની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું, બોટાદ દ્વિતીય અને ભાવનગર ગ્રામ્ય તૃતીય ક્રમે રહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment