Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ભાજપના 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે:12 વોર્ડમાં આખી પેનલ બદલાશે; કોણ કપાશે, રિપીટ થશે, જુઓ લિસ્ટ

    2 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત ભાજપ મહાનગરપાલિકાની બેઠકો પર આજે 8 એપ્રિલ અને આવતીકાલે 9 એપ્રિલે ચર્ચા કરશે. રાજ્ય ચૂંટણી પંચની નવી મતદાર યાદી, અનામત રોટેશન, જાતિગત સમીકરણ, ભાજપના નિયમો અને પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયેલી નીતિ મુજબ રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકામાં 140 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. 70 ટકાથી વધારે કોર્પોરેટરોને ઘરભેગા કરાશે. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપે મહાનગરપાલિકામાં સ્વચ્છ છબી ધરાવનારા અને બિનવિવાદાસ્પદ લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 60 વર્ષથી ઉપર અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલા એક પણ કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવશે નહી. SIRના કારણે મતદારો ઓછા વધ્યા છે અને જાતિગત સમીકરણ પણ બદલાયું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ કારણોસર કયા કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે, કોને ટિકિટ મળી શકે અને ફરીથી રિપીટ થઈ શકે તેવા ઉમેદવારોનું દિવ્ય ભાસ્કરે એનાલિસિસ કર્યું છે. વિવાદિત પૂર્વ કોર્પોરેટરો પર કાતર ફેરવાશે અમદાવાદ મહાનગરપાલિકામાં અનેક નાના-મોટા વિવાદોમાં ભાજપના કોર્પોરેટરો આવી ચૂક્યા છે જેમાં સૌપ્રથમ ખોખરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચેતન પરમાર જેઓ સતત વિદેશમાં જ રહેતા હતા. ત્રણ મહિનાની સામાન્ય સભાની રજા લઇ અને ચોથી સામાન્ય સભામાં પોતાનું ડિસ્ક્વોલિફિકેશન ન થાય તેના માટે સહી કરવા માટે આવી જતા હતા. આ સમગ્ર મામલો ઉચ્ચ મોવડી મંડળ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ વચ્ચેથી તેમનું રાજીનામું લેવામાં આવ્યું નહોતું. રામોલ હાથીજણ વોર્ડના સિદ્ધાર્થ પરમાર જેમની વિરુદ્ધ બે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. નવરંગપુરા વોર્ડના કોર્પોરેટર નીરવ કવિની ધર્મ-જાતિને લઈને વિવાદ થયો હતો જ્યારે નવા વાડજ વોર્ડમાં પણ લલીતા મકવાણાએ ખોટું એફિડેવીટ રજૂ કર્યું હોવાને લઈને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી. વિરાટનગર વોર્ડના સંગીતા કોરાટ, સુરેશ ખાચર બાંધકામ મામલે વિવાદમાં આવ્યા હતા અને તેમની ફરિયાદો પણ ઉપર સુધી કરવામાં આવી હતી. 12 વોર્ડમાં પેનલ બદલાશે, બાકીના વોર્ડમાં 2 ઉમેદવાર રિપીટ અમદાવાદ મહાનગરપાલિકામાં અનામત રોટેશન, જાતિગત સમીકરણ, કોંગ્રેસના પ્રભુત્વવાળી સીટ, વિવાદોથી ઘેરાયલો વોર્ડ હોય એવા તમામ વોર્ડમાં ચારેય ઉમેદવારની આખી નવી પેનલ ઉતારવામાં આવશે. જેમાં ઘાટલોડીયા, નવા વાડજ, કુબેરનગર, શાહપુર, ઠક્કરબાપાનગર, સૈજપુર બોઘા, દરિયાપુર, સરસપુર-રખીયાલ, જમાલપુર, ગોમતીપુર, મકતમપુરા, બહેરામપુરા સહિતના કુલ 12 વોર્ડમાં ભાજપ આખી નવી પેનલ ઉતારશે. બાકીના તમામ વોર્ડમાં વધુમાં વધુ બે ઉમેદવારોને રિપીટ કરાશે. કમિટીમાં એક્ટિવ હોદ્દેદારોને રિપીટ કરાશે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં અલગ અલગ હોદ્દેદારોને પણ ફરીથી રિપીટ કરવામાં આવી શકે છે. મહાનગરપાલિકામાં ખૂબ જ નિષ્ક્રિય હોય એવી કમિટીઓને ફરીથી જાગૃત કરી છે અને કામગીરી કરી છે. જેમાં રેવન્યૂ કમિટીમાં ચેરમેન રહી ચૂકેલા જૈનિક વકીલ અને પ્રદીપ દવે, લીગલ કમિટીમાં પ્રકાશ ગુર્જર, રીક્રીએશન કમિટીમાં જયેશ ત્રિવેદી અને સ્નેહાબા પરમાર, હાઉસિંગ કમિટીમાં અશ્વિન પેથાણી અને મુકેશ પટેલ સહિતના હોદ્દેદારોની પણ સારી કામગીરીને લઈને તેમને ફરીથી રિપીટ કરવામાં આવી શકે છે. આ કોર્પોરેટર કપાઈ શકે આરતી ચાવડા ગોતા હીરા પરમાર ચાંદલોડિયા ભરત પટેલ ચાંદલોડિયા રાકેશ બ્રહ્મભટ્ટ ચાંદખેડા અરુણસિંહ રાજપુત(પૂર્વદંડક) ચાંદખેડા હિરલ ભાવસાર સાબરમતી અંજુ શાહ સાબરમતી રમેશ રાણા સાબરમતી દશરથ પટેલ રાણીપ ગીતા પટેલ રાણીપ લલીતા મકવાણા નવા વાડજ ભાવના વાઘેલા નવા વાડજ યોગેશ પટેલ નવા વાડજ વિજય પંચાલ નવા વાડજ ભાવના પટેલ ઘાટલોડીયા મીનાક્ષી નાયક ઘાટલોડીયા જતીન પટેલ ઘાટલોડીયા પ્રવીણ પટેલ ઘાટલોડીયા નીરુ ડાભી થલતેજ સમીર પટેલ થલતેજ હિતેશ બારોટ થલતેજ ગીતા પટેલ નારણપુરા જયેશ પટેલ નારણપુરા બ્રિન્દા સુરતી નારણપુરા દીપલ પટેલ અથવા રશ્મિ ભટ્ટ સરદાર પટેલ સ્ટેડિયમ મિત્તલ મકવાણા સરદારનગર સુરેશ દાનાણી સરદારનગર કંચન પંજવાણી સરદારનગર અલકા મિસ્ત્રી નરોડા રાજેન્દ્ર સોલંકી નરોડા વૈશાલી જોશી નરોડા રેશમા કુકરાણી સૈજપુર બોઘા વિનોદાકુમારી ચૌધરી સૈજપુર બોઘા મહાદેવ દેસાઈ સૈજપુર બોઘા હસમુખ પટેલ સૈજપુર બોઘા ગીતાબા ચાવડા કુબેરનગર અનુ પટેલ અસારવા મેના પટણી અસારવા ઓમજી પ્રજાપતિ અસારવા પ્રતિભા જૈન શાહીબાગ જાસ્મિન ભાવસાર શાહીબાગ જશુભાઈ ઠાકોર શાહીબાગ આરતી પંચાલ શાહપુર રેખાબેન ચૌહાણ શાહપુર પ્રતાપ આગજા શાહપુર નીરવ કવિ નવરંગપુરા હેમંત પરમાર નવરંગપુરા દીપ્તિ અમરકોટિયા બોડકદેવ વાસંતી પટેલ બોડકદેવ કાંતિ પટેલ બોડકદેવ અરવિંદ પરમાર જોધપુર પ્રવિણા પટેલ જોધપુર કંચન રાદડિયા ઠક્કરબાપાનગર હર્ષા ગુર્જર ઠક્કરબાપાનગર કિરીટ પરમાર ઠક્કરબાપાનગર દીક્ષિત પટેલ ઠક્કરબાપાનગર ઉષા રોહિત નિકોલ બળદેવ પટેલ નિકોલ સંગીતા કોરાટ વિરાટનગર બકુલા એન્જીનીયર વિરાટનગર ડૉ. રણજીત વાંક વિરાટનગર સરોજ સોલંકી બાપુનગર જયશ્રી દાસરી બાપુનગર દિનેશસિંહ કુશવાહ સરસપુર-રખિયાલ ભાસ્કર ભટ્ટ સરસપુર-રખિયાલ ભારતી વાણીયા સરસપુર-રખિયાલ મંજુલા ઠાકોર સરસપુર-રખિયાલ ઉમંગ નાયક ખાડિયા ગીતા પરમાર ખાડિયા નિકી મોદી ખાડિયા જૈનિક વકીલ અથવા પ્રિતિશ મહેતા પાલડી ચેતના પટેલ પાલડી સોનલ ઠાકોર વાસણા દિલીપ બગરીયા વેજલપુર કલ્પના ચાવડા વેજલપુર અલકા શાહ સરખેજ સુરેશ ખાચર સરખેજ કરણ ભટ્ટ મણીનગર શીતલ ડાગા મણીનગર ચંદ્રકાંત ચૌહાણ મણીનગર જશી પરમાર અમરાઈવાડી ઓમ પ્રકાશ બાગડી અમરાઈવાડી રાજેશ દવે ઓઢવ મીનુ ઠાકુર ઓઢવ અનિરુદ્ધસિંહ ઝાલા અથવા પરેશ પટેલ વસ્ત્રાલ ગીતાબેન પ્રજાપતિ વસ્ત્રાલ ચંદ્રિકા પટેલ વસ્ત્રાલ અલકા પંચાલ ઇન્દ્રપુરી ચંદ્રકાંત પ્રજાપતિ ઇન્દ્રપુરી ગૌરાંગ પ્રજાપતિ ભાઈપુરા હાટકેશ્વર મીરા રાજપૂત ભાઈપુરા હાટકેશ્વર વાસંતી પટેલ ભાઈપુરા હાટકેશ્વર ચેતન પરમાર ખોખરા જીગીશા સોલંકી ખોખરા શિવાની જૈનીકર ખોખરા મીના સોલંકી ઈસનપુર મોના રાવલ ઈસનપુર શંકર ચૌધરી ઈસનપુર ડૉ.ચાંદની પટેલ લાંભા જશોદા અમલીયાર લાંભા જલ્પા પંડ્યા વટવા સરોજ સોની વટવા ગિરીશ પટેલ વટવા મૌલિક પટેલ હાથીજણ સિદ્ધાર્થ પરમાર હાથીજણ ચંદ્રિકા પંચાલ હાથીજણ આ કોર્પોરેટર રિપીટ થઈ શકે કેતન પટેલ ગોતા અજય દેસાઈ ગોતા પારુલ પટેલ ગોતા રાજેશ્રી પટેલ ચાંદલોડિયા રાજેશ્વરી પંચાલ ચાંદલોડિયા રીટા પટેલ ચાંદખેડા ચેતન પટેલ સાબરમતી ભાવિ પંચાલ રાણીપ વિરલ વ્યાસ રાણીપ ઋષિના પટેલ થલતેજ દર્શન શાહ નારણપુરા મુકેશ મિસ્ત્રી સરદાર પટેલ સ્ટેડિયમ પ્રદીપ દવે સરદાર પટેલ સ્ટેડિયમ દીપલ પટેલ અથવા રશ્મિ ભટ્ટ સરદાર પટેલ સ્ટેડિયમ સન્ની ખાનચંદાણી સરદારનગર વિપુલ પટેલ નરોડા દિશાંત ઠાકોર અસારવા ભરત પટેલ શાહીબાગ વંદના શાહ નવરંગપુરા આશા બ્રહ્મભટ્ટ નવરંગપુરા દેવાંગ દાણી બોડકદેવ આશિષ પટેલ જોધપુર ભારતી ગોહિલ જોધપુર નીતુ પરમાર ઈન્ડિયા કોલોની ભાવિક પટેલ અથવા ભરત કાકડીયા ઈન્ડિયા કોલોની વિલાસ દેસાઈ(પટેલ) નિકોલ દીપક પંચાલ નિકોલ મુકેશ પટેલ વિરાટનગર પ્રકાશ ગુર્જર બાપુનગર અશ્વિન પેથાણી બાપુનગર પંકજ ભટ્ટ ખાડિયા પૂજા દવે પાલડી પ્રીતિશ મહેતા અથવા જૈનિક વકીલ પાલડી મેહુલ શાહ વાસણા સ્નેહાબા પરમાર વાસણા રાજેશ ઠાકોર વેજલપુર પારુલ દવે વેજલપુર જયેશ ત્રિવેદી સરખેજ જયા દેસાઈ સરખેજ ઇલાક્ષી શાહ મણિનગર પ્રતિભા દુબે અમરાઈવાડી નીતુ દેસાઈ ઓઢવ દિલીપ પટેલ ઓઢવ અનિરુદ્ધસિંહ ઝાલા અથવા પરેશ પટેલ વસ્ત્રાલ કૌશિક પટેલ ઈન્દ્રપુરી કમલેશ પટેલ ભાઈપુરા-હાટકેશ્વર કમલેશ પટેલ ખોખરા માનસિંહ સોલંકી લાંભા સુનિતા ચૌહાણ રામોલ-હાથીજણ ઈસનપુર મૌલિક પટેલ
    Click here to Read More
    Previous Article
    મમતા આજે ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવશે:ભાજપના સુવેન્દુ અધિકારી અહીંથી ઉમેદવાર; આસામ-કેરળ અને પુડુચેરીમાં ચૂંટણી પ્રચાર અટક્યો
    Next Article
    કાટમાળમાં ફસાયેલા વૃદ્ધાનું રેસ્ક્યૂ, VIDEO:ફાયર જવાને પહેલા માળેથી ખભે ઉચકીને નીચે ઉતાર્યાં, કોટના વરિયાવી બજારમાં વહેલી સવારે જર્જરિત મકાનનો સ્લેબ અને દીવાલ ધરાશાયી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment