Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાજપોર જેલમાં સુરક્ષા પર મોટો ખતરો:70 ગુજસીટોકના કેદી વચ્ચે સતીશ મરાઠા હત્યા કેસના આરોપી રાહુલ મંડલની તાત્કાલિક જેલ બદલી કરાશે

    7 hours ago

    સુરતની મધ્યસ્થ લાજપોર જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓના ભારણ અને કાયદો-વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે સ્પેશિયલ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. જેલની ક્ષમતા 2,800 કેદીઓની છે, જેની સામે હાલ 3,200થી વધુ કાચા કામના અને સજા ભોગવતા કેદીઓ બંધ છે. જેમાં 70 જેટલા રીઢા આરોપીઓ માત્ર 'ગુજસીટોક' જેવા સંગઠિત ગુનાઓ હેઠળ જેલવાસ ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે જેલમાં કોઈ પણ સમયે જૂથ અથડામણ કે મોટી અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા દર્શાવી જેલર પી.ડી. હિહોરિયાએ આરોપીઓની જેલબદલી માટે અરજી કરી હતી. જેલમાંથી નેટવર્ક ચલાવવાની આશંકા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ અદાલતમાં ધારદાર દલીલ કરી હતી કે આરોપી રાહુલ સોમન મંડલ ગુજસીટોકના ગંભીર ગુનામાં સંડોવાયેલો છે. તાજેતરમાં ચર્ચિત સતીશ મરાઠા હત્યા કેસમાં પણ તેની સીધી સંડોવણી બહાર આવી છે. કસ્ટડીમાં હોવા છતાં રાહુલ મંડલ કોર્ટ તારીખ કે અન્ય માધ્યમોથી બહારના સભ્યો સાથે સંપર્કમાં રહીને જેલની સુરક્ષા અને શાંતિ જોખમાવી રહ્યો છે. જો તેને તાત્કાલિક અહીંથી ન ખસેડાય તો જેલમાં સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ જવાની પ્રબળ દહેશત છે. નજીકના જિલ્લાની જેલમાં ખસેડવા તાકીદ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સુરક્ષાની ગંભીરતાને ધ્યાને રાખી અરજી અંશતઃ મંજૂર કરી જેલ આઈજીને રાહુલ મંડલને નજીકના જિલ્લાની જેલમાં તાત્કાલિક ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે સ્પષ્ટ તાકીદ કરી છે કે અંડરટ્રાયલ કેદી તરીકે તેના કાનૂની અધિકારો જેવા કે વકીલ-પરિવારજનો સાથે મુલાકાત અને વીડિયો કોન્ફરન્સથી કોર્ટ હાજરી યોગ્ય રીતે જળવાઈ રહેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, અરજીમાં દર્શાવાયેલા અન્ય સાત આરોપીઓ બાબતે જેલ તંત્રએ આગળ દબાણ ન રાખતા તેમનો કેસ નિકાલ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં રેસ્ટોરન્ટ્સ પર તવાઈ:80 એકમોમાં તપાસ, 1800 કિલોથી વધુ અખાદ્ય જથ્થાનો નાશ અને 31ને નોટિસ ફટકારી ₹1.09 લાખથી વધુનો દંડ વસૂલાયો
    Next Article
    Shankarsinh Vaghela | શંકરસિંહ વાઘેલાના નિવેદનનો ચારેકોર વિરોઘ । Protest | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment