Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોલોઓન આપવું ભારતને ક્યાંક ભારે ના પડે!:બીજી ઇનિંગમાં શ્રીલંકા સામે ઈન્ડિયન બોલર્સને પરસેવો છૂટ્યો, માંડ ત્રીજી વિકેટ મળી; ટી-બ્રેક સુધીમાં સ્કોર 199/3

    4 days ago

    કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાએ ફોલોઓન રમતા બીજી ઇનિંગ્સમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. હાલ ટી-બ્રેક પડ્યો છે અને ટીમનો સ્કોર 199/3 છે. ટીમ તરફથી પસિન્દુ સૂરિયાબંડારા અને કેપ્ટન ધનંજયા ડી સિલ્વા ક્રિઝ પર છે. પસિન્દુ 90 રને નોટઆઉટ છે. આજે મેચનો ચોથો દિવસ છે. બીજી ઇનિંગ્સમાં લાહિરુ ઉદારા 3 રન બનાવીને મોહમ્મદ સિરાજ, કામિલ મિશારા 32 રન બનાવીને રવીન્દ્ર જાડેજા અને કમિન્દુ મેન્ડિસ 55 રન બનાવીને પ્રસિદ્ધ ક્રિષ્નાનો શિકાર બન્યો. આ પહેલા શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સ 290 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના પછી ભારતે 213 રનની સરસાઈ મેળવીને ફોલોઓન આપ્યું. આ પહેલા ભારત માટે પ્રથમ ઇનિંગ્સમાં પ્રસિદ્ધ ક્રિષ્ના અને માનવ સુથારે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે શ્રીલંકાના સોનલ દિનુષાએ 103 રનની શાનદાર સદીની ઇનિંગ્સ રમી. બે મેચની સિરીઝમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    13 શંકાસ્પદ શિક્ષકોને છાવરવા 10 લાખની લાંચ આપવાનો પ્રયાસ:​જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી અને પ્રોફેસર સામે દિલ્હી CBIમાં ગુનો નોંધાયો
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિ.ની નવી લાઇબ્રેરી લોકાર્પણના 24 દિવસ બાદ પણ બંધ:ગુજરાતની પ્રથમ 24 કલાક ખૂલ્લી રહેનારી લાઇબ્રેરી શરૂ ન થતા વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment