Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું:7 માસનો ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો, UPના યુવક સામે ગુનો દાખલ

    10 hours ago

    સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થા સામે સવાલ ઊભા કરતી ગંભીર ઘટના સામે આવી છે. મૂળ ઉત્તરપ્રદેશના એક પરપ્રાંતિય યુવકે સગીર વયની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ભોળવી-પટાવીને જુદી-જુદી જગ્યાએ લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દુષ્કૃત્યના પરિણામે સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને તેને સાત માસનો ગર્ભ રહી જતાં સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો છે. પરિવારે તાત્કાલિક ચોકબજાર પોલીસનો સંપર્ક કરતાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. ધાબા પરના રૂમમાં લઈ જઈ હવસનો શિકાર બનાવી પોલીસ ફરિયાદમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપી રોહિતસિંગ માનસિંગ ચૌહાણ (ઉં.વ. 22) મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે અને હાલ કતારગામના વિજયનગર વિસ્તારમાં રહેતો હતો. તેણે સગીરાને મીઠી-મીઠી વાતોમાં ભોળવી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ કતારગામ દરવાજા પાસે આવેલા પ્રભુનગર-2ના મકાન નંબર ૪૨ના ધાબા પરના રૂમમાં તેમજ વિજયનગર વિભાગ-1 સ્થિત મકાન નંબર 13ના ત્રીજા માળે આવેલા રૂમમાં વારંવાર બોલાવી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. શારીરિક ફેરફાર થતાં પરિવાર ચોંકી ઊઠ્યો સગીરા સતત ભય અને દબાણ હેઠળ રહેતી હોવાથી તેણે આ બાબતની જાણ કોઈને કરી નહોતી. જોકે, સમય જતાં તેના શરીરમાં ફેરફારો દેખાવા લાગ્યા હતા. પરિવારજનોને શંકા જતાં તબીબી તપાસ કરાવવામાં આવી હતી, જેમાં સગીરાને 7 માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું. આ હકીકત સામે આવતાં જ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પૂછપરછ દરમિયાન સગીરાએ આરોપી રોહિતસિંગના કાળા કરતૂતોની આપવીતી વર્ણવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી બનાવ સંદર્ભે સગીરાના પરિવારે તાત્કાલિક ચોકબજાર પોલીસ મથકે પહોંચી આરોપી સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી રોહિતસિંગ માનસિંગ ચૌહાણ સામે દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી દિલ્હીમાં એશિયન ગેમ્સ મેડલિસ્ટને મળ્યા:કહ્યું- મહિલા હોકીમાં 44 વર્ષની રાહનો અંત આવ્યો; એમની સફળતા, દેશની સફળતા
    Next Article
    જગતપુર- ગોતા રોડ પર 'ફળિયું' ગરબાનો પ્લોટ સીલ:મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પ્લોટમાં 4 દિવસ પૈસા ભર્યાં વિના ગરબા ચલાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment