Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ બંગાળમાં 7 SIR અધિકારીઓના બંધક મામલે સુપ્રીમ નારાજ:SCએ મમતા સરકારને ઠપકો આપતા કહ્યું- તેમને ખાવા-પીવાનું પણ મળ્યું નહીં; હોમ સેક્રેટરી-ડીજીપીનો સંપર્ક પણ થયો નહીં

    2 days ago

    સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં SIR સાથે સંકળાયેલા 7 ચૂંટણી અધિકારીઓને બંધક બનાવવાની ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમે કહ્યું કે તેમને ખાવા-પીવાનું પણ મળ્યું ન હતું, હોમ સેક્રેટરી અને ડીજીપીનો સંપર્ક પણ થયો ન હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ઘટનાની તપાસ CBI કે NIA જેવી સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવામાં આવે. એજન્સી સીધી કોર્ટને રિપોર્ટ આપશે. ખરેખરમાં, બુધવારે રાત્રે માલદાના માતાબારીમાં મતદાર યાદીમાંથી નામ કપાવાને કારણે હજારોની સંખ્યામાં લોકોએ 7 ન્યાયિક અધિકારીઓની ઓફિસને ઘેરી લીધી. તેમને 9 કલાક સુધી બંધક બનાવી રાખ્યા. પોલીસ પ્રશાસનની દખલગીરીથી તેમને મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા. ગઈ રાત્રે શું થયું, 5 મુદ્દામાં જાણો.... 1 સમય: બપોરે 2:00 વાગ્યે; ન્યાયિક અધિકારીઓ માલદાની BDO ઓફિસે પહોંચ્યા પહેલી એપ્રિલે બપોરે 2 વાગ્યાની આસપાસ 7 ન્યાયિક અધિકારીઓ ચૂંટણી નિરીક્ષક બનીને માલદાના માતાબારી ખાતે BDO ઓફિસે પહોંચ્યા. આ તમામ અધિકારીઓ SIR પ્રક્રિયા સંબંધિત કામ જોઈ રહ્યા હતા. 2 સમય: બપોરે 4:00 વાગ્યે; મતદાર યાદીમાંથી નામ કપાવાને લઈને સેંકડો પ્રદર્શનકારીઓ બહાર એકઠા થયા ચૂંટણી નિરીક્ષકો ઓફિસે પહોંચ્યાની જાણ થતાં જ સેંકડો સ્થાનિક લોકો બહાર એકઠા થઈ ગયા. તેમણે SIR માં નામ કપાવાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. 3 સમય: સાંજે 7 વાગ્યે; પ્રદર્શનકારીઓની ઓફિસની અંદર જવાની માંગ પ્રદર્શનકારીઓએ ઓફિસનો ઘેરાવ કર્યો. તેમણે સાતેય ન્યાયિક અધિકારીઓને બહાર નીકળવા દીધા નહીં. તેમણે અધિકારીઓ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરવાની માંગ કરી, જેનો ઇનકાર કરવામાં આવ્યો. 4. સમય: રાત્રે 11 વાગ્યા; અધિકારીઓને પોલીસ સુરક્ષા હેઠળ બહાર કાઢવામાં આવ્યા, ગાડીઓ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઘણા કલાકો સુધી ચાલેલા હોબાળા પછી, જ્યારે પ્રદર્શનકારીઓ હટ્યા નહીં, ત્યારે પોલીસની મદદની જરૂર પડી. અધિકારીઓને પોલીસ સુરક્ષા હેઠળ બહાર કાઢવામાં આવ્યા. આ સમય દરમિયાન પણ, માર્ગ પર બેરિકેડ ઉભા કરીને તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 5. રાત્રે 12:૦૦ વાગ્યે:અધિકારીઓના ગાડીઓમાં તોડફોડ અને ઇંટોથી હુમલો જે વાહનમાં ન્યાયિક અધિકારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા તેના પર પ્રદર્શનકારીઓએ ઇંટોથી હુમલો કર્યો. કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. SIR પ્રક્રિયા સાથે સંકળાયેલા 7 ન્યાયિક અધિકારીઓ, જેમાં 3 મહિલાઓ હતી, તેઓ ગુરુવારે માલદાની ચૂંટણી કાર્યાલય પહોંચ્યા હતા. ત્યારે સાંજે સેંકડો લોકોએ BDO કાર્યાલયને ઘેરી લીધું. અધિકારીઓને 9 કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા હતા. ખાવા-પીવાનું પણ આપવામાં આવ્યું ન હતું. પ્રશાસનને જાણ કરવા છતાં સમયસર કોઈ કાર્યવાહી થઈ ન હતી. મોડી રાત્રે (લગભગ 12 વાગ્યા પછી) તેમને છોડાવવામાં આવ્યા. પરંતુ બહાર નીકળતી વખતે તેમની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો. લાકડીઓ અને ઈંટોથી હુમલો કરવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    હનુમાન જયંતિએ 'રામાયણ'નો શંખનાદ!:ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરની પહેલી ઝલક દેખાઈ; ટીઝરમાં સાદગી, ગરિમા અને દિવ્યતાના દર્શન થયા
    Next Article
    અમદાવાદ મનપાના 48 વોર્ડ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:ગત ટર્મના સૌથી યુવા કોર્પોરેટર પ્રતિભા દુબેએ દાવેદારી નોંધાવી, હોટલમાં જેમ રાહ જોઇને બેઠા હોય એમ બેઠા દાવેદારો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment