Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનુમાન જયંતિએ 'રામાયણ'નો શંખનાદ!:ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરની પહેલી ઝલક દેખાઈ; ટીઝરમાં સાદગી, ગરિમા અને દિવ્યતાના દર્શન થયા

    2 days ago

    ફિલ્મ 'રામાયણ'માંથી રણબીર કપૂરનો ભગવાન રામના રૂપમાં લુક સામે આવ્યો છે. તેની ઝલક આજે એટલે કે હનુમાન જયંતિ પર જાહેર કરવામાં આવી. ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરનો લુક સાદગી, ગરિમા અને આધ્યાત્મિકતાથી ભરપૂર છે. શાહી વેશભૂષા અને બારીક આભૂષણો સાથે તેમનો શાંત અને સંતુલિત દેખાવ ખૂબ જ સારો લાગી રહ્યો છે. ટીઝરમાં શાનદાર VFX જોવા મળે છે. સાથે જ બેકગ્રાઉન્ડ સ્કોર પણ અદ્ભુત છે. શ્રીરામની પહેલી ઝલક જોઈ ફેન્સ ફિલ્મ માટે ઉત્સાહિત દેખાઈ છે. જુઓ ભગવાન રામના લુકની ઝલક- ભગવાન રામનો રોલ ભજવવા વિશે વાત કરતા રણબીરે કહ્યું હતું કે, "મને નથી લાગતું કે હું અહીં રામનો રોલ કરવા આવ્યો છું. હું અહીં તેમની પાસેથી શીખવા આવ્યો છું. તેમનામાં એક સાદગી અને પવિત્રતા છે જે બહુ ઓછી જોવા મળે છે અને તેને સમજવાનો અને અપનાવવાનો પ્રયાસ કરવો મારા માટે ખૂબ જ નમ્ર અનુભવ રહ્યો છે." ફિલ્મ 'રામાયણ' સાથે જોડાયેલી મહત્વની વાતો જુઓ સંપૂર્ણ ટીઝર: , ફિલ્મ 'રામાયણ' સંબંધિત આ સમાચાર પણ વાંચો... રણબીર કપૂરે પહેલાં 'રામ'ના રોલની ઓફર ઠુકરાવી હતી:દીકરી રાહાના જન્મ પછી નિર્ણય બદલ્યો; રામાનંદ સાગરની 'રામાયણ' જોઈને તૈયારી કરી નીતિશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘રામાયણ’નું પહેલું ટીઝર આજે ભારતમાં રિલીઝ થઈ ગયું છે. તાજેતરમાં લોસ એન્જલસમાં યોજાયેલા ફિલ્મના સ્પેશિયલ પ્રિવ્યૂ સેશનમાં રણબીરે જણાવ્યું કે તેણે પહેલા રામાયણ ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી. પરંતુ દીકરી રાહાના જન્મ પછી રણબીરની વિચારસરણી બદલાઈ ગઈ અને તેણે પોતાનો નિર્ણય બદલીને ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં જોવા મળશે. સંપૂર્ણ સમાચાર વાંચો….
    Click here to Read More
    Previous Article
    ‘I took him to rehab and…’: Arjun Rampal once revealed silent pain of his father’s addiction and the specific habit that saved their bond; expert weighs in
    Next Article
    પશ્ચિમ બંગાળમાં 7 SIR અધિકારીઓના બંધક મામલે સુપ્રીમ નારાજ:SCએ મમતા સરકારને ઠપકો આપતા કહ્યું- તેમને ખાવા-પીવાનું પણ મળ્યું નહીં; હોમ સેક્રેટરી-ડીજીપીનો સંપર્ક પણ થયો નહીં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment