Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ મનપાના 48 વોર્ડ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:ગત ટર્મના સૌથી યુવા કોર્પોરેટર પ્રતિભા દુબેએ દાવેદારી નોંધાવી, હોટલમાં જેમ રાહ જોઇને બેઠા હોય એમ બેઠા દાવેદારો

    4 days ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, ત્યારે ભાજપ દ્વારા પહેલાથી જ ઉમેદવારોને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે 2 એપ્રિલના રોજ રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. ગુજરાત ભાજપ દ્વારા કુલ 21 જેટલા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારો માટે કુલ સાત જેટલા સ્થળો ઉપર બે દિવસ ઉમેદવારી કરવા માંગતા તમામ કાર્યકર્તાઓ-નેતાઓને સાંભળવામાં આવશે. પૂર્વ કોર્પોરેટરોથી લઈને વોર્ડ પ્રમુખો સહિતના લોકો દાવેદારી નોંધાવશે આજે 2 એપ્રિલના રોજ જોધપુર, ચાંદખેડા, દરીયાપુર, નરોડા, અમરાઈવાડી-ઇન્દ્રપુરી, ભાઈપુરા-હાટકેશ્વર સહિતના 24 વોર્ડમાં ઉમેદવારી નોંધાવા માંગતા કાર્યકર્તાઓની પ્રક્રિયા લેવામાં આવશે. આજે સેન્સ પ્રક્રિયામાં પૂર્વ કોર્પોરેટરોથી લઈને વોર્ડ પ્રમુખો, ઉપ-પ્રમુખો તેમજ પૂર્વ હોદ્દેદારો પણ દાવેદારી નોંધાવશે. બે દિવસ સુધી સેન્સ પ્રક્રિયા યોજાવાની છે, ત્યારે ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચશે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ બંગાળમાં 7 SIR અધિકારીઓના બંધક મામલે સુપ્રીમ નારાજ:SCએ મમતા સરકારને ઠપકો આપતા કહ્યું- તેમને ખાવા-પીવાનું પણ મળ્યું નહીં; હોમ સેક્રેટરી-ડીજીપીનો સંપર્ક પણ થયો નહીં
    Next Article
    પાટણમાં ભાજપની 'સેન્સ' પ્રક્રિયા શરૂ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે દાવેદારોને નિરીક્ષકો સાંભળી રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment