Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભાજપની 'સેન્સ' પ્રક્રિયા શરૂ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે દાવેદારોને નિરીક્ષકો સાંભળી રહ્યા છે

    4 days ago

    પાટણ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓના દાવેદારો અને કાર્યકરોનો અભિપ્રાય લેવા માટે ત્રણ સભ્યોની નિરીક્ષક ટીમો દ્વારા બે અલગ-અલગ સ્થળોએ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જેમાં પ્રથમ પાટણ તાલુકા ના ઉમેદવાર ના સેન્સ લેવા માં આવી રહ્યા છે. ત્યાર બાદ વારા ફરતી સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોના સેન્સ લેવામાં આવશે. આ પ્રક્રિયા અંતર્ગત પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી જ કાર્યકરો અને ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે પાટણ, પાટણ તાલુકા, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોના સેન્સ લેવામાં આવી રહ્યા છે આ માટે પક્ષ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સમિતિમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા અને સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે, જેઓ દાવેદારોની રજૂઆતો સાંભળી રહ્યા છે. બીજી તરફ, જિલ્લાના અન્ય તાલુકાઓ માટે રાધનપુર APMC ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં નિરીક્ષકો દ્વારા રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ઉમેદવારો તેમજ કાર્યકરોને સાંભળવામાં આવી રહ્યા છે. અનેક કાર્યકરોએ ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે. નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલા આ અભિપ્રાયો અને રજૂઆતોના આધારે એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ અહેવાલના આધારે આગામી દિવસોમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે. આવતીકાલે, 3 એપ્રિલે, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના દાવેદારોના સેન્સ લેવામાં આવશે. જ્યારે હારીજ ખાતે આવેલી રોહિત કોટન ઇન્ડસ્ટ્રીમાં હારીજ, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકાના ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મનપાના 48 વોર્ડ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:ગત ટર્મના સૌથી યુવા કોર્પોરેટર પ્રતિભા દુબેએ દાવેદારી નોંધાવી, હોટલમાં જેમ રાહ જોઇને બેઠા હોય એમ બેઠા દાવેદારો
    Next Article
    Long before politics, Bhagwant Mann played a ‘chaatwala’ at Screen Awards: The 2006 performance that left Bollywood in splits

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment