Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોટેલ-રેસ્ટોરન્ટને મનપાનું 7 દિવસનું છેલ્લુ અલ્ટીમેટમ:કિચનમાં CCTV નહીં હોય તો નોટિસ બાદ લાઈસન્સ રદ્દ થશે, 12 દિવસમાં 1500માંથી માત્ર 10% હોટેલમાં લાઈવ સ્ટ્રીમિંગ

    21 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ હોટલ અને રેસ્ટોરન્ટના કિચનમાં CCTV કેમેરા લગાવવા અને તેનું લાઇવ સ્ટ્રીમિંગ ગ્રાહકોને દર્શાવવા માટે 7 દિવસનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સુરત શહેરમાં અંદાજે 1500 જેટલી નાની-મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ ધમધમી રહી છે, પરંતુ ચોંકાવનારી વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધીમાં તેમાંથી માત્ર 100થી 150 હોટેલોએ જ કિચનમાં CCTV લગાવીને ગ્રાહકો માટે સ્ક્રીન મૂકવાની તસ્દી લીધી છે. મનપા તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, આગામી 7 દિવસની અંદર જો બાકીની તમામ હોટલો આ વ્યવસ્થા ઊભી નહીં કરે, તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરીને નોટિસ બાદ તેમનું લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવશે. ગ્રાહક ભોજનની ગુણવત્તા જાતે જોઈ શકે તેવો મનપાનો અભિગમ મનપા કમિશનરને જાહેર જનતા તરફથી એવી ફરિયાદો મળી હતી કે અનેક હોટલોના કિચનમાં ગંદકી અને બિન-આરોગ્યપ્રદ વાતાવરણ વચ્ચે ખોરાક બનાવવામાં આવે છે. આથી મનપા દ્વારા આદેશ કરાયો છે કે રસોઈ કઈ ગુણવત્તા અને હાઇજીન સાથે તૈયાર થાય છે તે ગ્રાહકો પોતાની નજરે જોઈ શકે તે માટે બેઠક વ્યવસ્થા (ડાઇનિંગ એરિયા) પાસે ટીવી કે એલઈડી સ્ક્રીન લગાવવી ફરજિયાત છે. ગ્રાહકો ટેબલ પર બેસીને જ કિચનની પ્રવૃત્તિઓનું સીધું પ્રસારણ જોઈ શકશે, જેથી ખાદ્ય સુરક્ષા બાબતે સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. 7 દિવસમાં વ્યવસ્થા નહીં થાય તો લાઈસન્સ સ્થગિત કરાશે: ભાવેશ બ્રહ્મભટ્ટ આ સમગ્ર ઝુંબેશ અને કડક આદેશ અંગે સુરત મનપાના ફૂડ સેફ્ટી અધિકારી ભાવેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, કમિશનર અને આરોગ્ય અધિકારી દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે હોટેલ-રેસ્ટોરન્ટના કિચનમાં CCTV કેમેરા લગાવવા અને તેનું સીધું પ્રસારણ બેઠક વ્યવસ્થા પાસે દર્શાવવું, જેથી ગ્રાહકને ખ્યાલ આવે કે તેમનો ખોરાક કઈ પરિસ્થિતિમાં અને કેવી હાઈજેનિક કન્ડિશનમાં બને છે. શહેરમાં અત્યાર સુધીમાં 95થી વધીને લગભગ 150 જેવી હોટલોએ જ આ વ્યવસ્થા ઊભી કરી છે. બાકીના સંચાલકોને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ વ્યવસ્થા ઊભી નહીં કરાય તો નોટિસ પાઠવવામાં આવશે અને કાયદાની જોગવાઈ મુજબ લાઈસન્સ સ્થગિત કરવાની કાર્યવાહી હાથ ધરાશે. 720 એકમોમાં તપાસ, કમિશનર જાતે કરશે સરપ્રાઈઝ ચેકિંગ ખાદ્ય સુરક્ષાના કડક અમલ માટે આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસમાં શહેરની 720 જેટલી હોટેલ-રેસ્ટોરન્ટમાં સઘન તપાસ કરવામાં આવી છે. હજુ પણ 1500માંથી 1350 જેટલા એકમો આ નિયમનું પાલન કરવામાં ઉદાસીન જણાયા છે. આગામી 7 દિવસની ડેડલાઇન પૂર્ણ થયા બાદ ખુદ મનપા કમિશનર શહેરની વિવિધ હોટેલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરે તેવી પૂરી શક્યતા છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે સ્થળ પર જ દંડાત્મક પગલાં ભરી સીલિંગ અને લાઈસન્સ રદ્દીકરણની કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા-પ્રદર્શન કરી શકાશે નહીં:ગૃહ મંત્રાલયનો નિર્ણય, જંતર-મંતર હવે 'પ્રોટેસ્ટ સાઇટ'નહીં; હવે આ સ્થળોએ જ થઈ શકશે આંદોલન
    Next Article
    લુણાલના નકળંગ ધામે 7.50 લાખના RO પ્લાન્ટનું લોકાર્પણ:પ્રાણપ્રતિષ્ઠાના પાંચ વર્ષ પૂર્ણ થતા યુવાનોની સેવા, દર્શનાર્થીઓને મળશે શુદ્ધ પાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment