Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાલના નકળંગ ધામે 7.50 લાખના RO પ્લાન્ટનું લોકાર્પણ:પ્રાણપ્રતિષ્ઠાના પાંચ વર્ષ પૂર્ણ થતા યુવાનોની સેવા, દર્શનાર્થીઓને મળશે શુદ્ધ પાણી

    22 hours ago

    વાવ-થરાદ જિલ્લાના લુણાલ ગામે આવેલા નકળંગ ભગવાનના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના પાંચ વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે ગામના યુવા મિત્રો દ્વારા આશરે 7.50 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા RO પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેશભાઈ પટેલના હસ્તે આ પ્લાન્ટ ખુલ્લો મુકાયો હતો. હવે મંદિર ખાતે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. લુણાલનું નકળંગ ભગવાનનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં દૂરદૂરથી ભક્તો આવે છે. યાત્રાળુઓને શુદ્ધ પાણી મળે તે હેતુથી યુવા મિત્રોએ પોતાના ખર્ચે આ RO મશીનની વ્યવસ્થા કરી છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના પાંચ વર્ષ પૂરા થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનો અને ટ્રસ્ટના આગેવાનોનો સહયોગ પણ સરાહનીય રહ્યો. યુવાનોની આ સેવાભાવનાને સૌએ આવકારી છે.
    Click here to Read More
    Previous Article
    હોટેલ-રેસ્ટોરન્ટને મનપાનું 7 દિવસનું છેલ્લુ અલ્ટીમેટમ:કિચનમાં CCTV નહીં હોય તો નોટિસ બાદ લાઈસન્સ રદ્દ થશે, 12 દિવસમાં 1500માંથી માત્ર 10% હોટેલમાં લાઈવ સ્ટ્રીમિંગ
    Next Article
    વડોદરામાં 700થી વધુ સ્થળે નાના મોટા ગરબા આયોજન:ફાયર વિભાગે 30 મોટા ગરબા આયોજનોને NOC આપી, પોલીસની પરવાનગી માટે 700થી વધુ અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment