Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ સિવિલના 7માં માળેથી મહિલાએ ઝંપલાવ્યું, CCTV:સુસાઈડ નોટમાં લખ્યું- દીકરા મને જીવવું ગમતું નથી, 'ચીકુ'નું ધ્યાન રાખજે

    3 days ago

    ​જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આજે 17 ઓગસ્ટે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા એક 46 વર્ષીય મહિલાએ હોસ્પિટલના સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે. મૃતક મહિલાની ઓળખ અંજનાબેન કિરીટભાઈ જેઠવા તરીકે થઈ છે. સમગ્ર બનાવના CCTVમાં મહિલા સીડીઓ ચડીને 7મા માળે પહોંચતી અને ત્યાં આવેલી રેલિંગ સુધી જતી દેખાય છે. ત્યારબાદ મહિલા નીચે પટકાય છે દેખાઈ છે. અંજનાબેને આપઘાત પહેલાં દીકરાને આ ચીઠ્ઠી લખી હતી માનસિક બીમારીની સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા ​અંજનાબેન જેઠવા લાંબા સમયથી માનસિક બીમારીથી ઘેરાયેલા હતા અને મગજની સારવાર ચાલુ હતી. આજે તેઓ માનસિક બીમારીની સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એકલા જ આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં આવ્યા બાદ તેઓ દર્દીઓની અવરજવર વચ્ચે અચાનક હોસ્પિટલની ઈમારતના સાતમા માળે પહોંચી ગયા અને નીચે ઝંપલાવી દીધું હતું. નીચે પટાંગણમાં પટકાતા જ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ મોત થયું હતું.આત્મહત્યાના આ પગલાં પહેલાં મૃતક અંજનાબેને એક અત્યંત ભાવુક અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. આ સુસાઈડ નોટમાં તેમણે પોતાના પુત્રને સંબોધીને દિલની વ્યથા ઠાલવી હતી. બીજી ચીઠ્ઠીમાં સરનામું અને પોતાના પુત્રોના મોબાઈલ નંબર લખ્યા ​આ ઉપરાંત, મૃતક મહિલા પાસેથી અન્ય એક ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં તેમણે પોતાનું પૂરું સરનામું અને પોતાના પુત્રોના મોબાઈલ નંબર લખેલા હતા. જેથી કરીને તેની ઓળખ કરવામાં કોઈ વિલંબ ન થાય અને પરિવારનો સંપર્ક થઈ શકે. ‘દર વખતે દીકરાને લઈને આવતા, પણ આજે નહોતા લાવ્યા’ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે ભાસ્કરને કહ્યું હતું કે, મહિલા છેલ્લા 7-8 મહિનાથી હોસ્પિટલમાં માનસિક બીમારીની સારવાર કરાવા માટે આવતા હતા. સામાન્ય રીતે તે જ્યારે પણ હોસ્પિટલ આવતા ત્યારે પોતાના દીકરાને સાથે લાવતા હતા, પરંતુ આજે દીકરાને સાથે લાવ્યા ન હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તે ડોક્ટરને બતાવવા જવાને બદલે સીધા સાતમા માળે પહોંચ્યા અને કૂદકો મારી લીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પરિવારજનો ભારે આઘાત, અકસ્માતે મોતનો ગુનો ચિઠ્ઠીમાંથી મળી આવેલા મોબાઈલ નંબરના આધારે પોલીસે મૃતક અંજનાબેનના પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. બનાવની ખબર મળતાં જ પરિવારજનો ભારે આઘાત સાથે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે અંતિમ ચિઠ્ઠીઓ કબજે કરીને સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    35 વર્ષના વડોદરાના MP ડો.હેમાંગ જોષી ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ:નીતિન નબીનની ટીમમાં ચાર ગુજરાતી, કોંગ્રેસમાંથી અઢી વર્ષ પહેલાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા
    Next Article
    મહેસાણાના ભાસરિયા ચોકડી પાસે ડમ્પરે સ્વિફ્ટ કારને અડફેટે લીધી:કારને ₹50 હજારનું નુકસાન, લાઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment