Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરડેરી 3.5 લાખ પશુપાલકોને 29 જૂને રીટેઇન્ડ મની ચૂકવશે:નિયામક મંડળની બેઠકમાં દૂધના કિલો ફેટે રૂ 1007 ચૂકવવાનો નિર્ણય

    3 days ago

    સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સાબરડેરી દ્વારા 3.5 લાખથી વધુ પશુપાલકોને આગામી 29 જૂનના રોજ રીટેઇન્ડ મની ચૂકવવામાં આવશે. નિયામક મંડળની બેઠકમાં વર્ષ 2025-26 માટે કુલ 560 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ ચુકવણી દૂધના પ્રતિકિલો ફેટે સરેરાશ રૂ. 1007ના ભાવે થશે. સાબરડેરી આ બંને જિલ્લાના ગ્રામીણ પરિવારો માટે પશુપાલનને નિયમિત આવક અને સ્વરોજગારીનું મુખ્ય સાધન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દૂધ ઉત્પાદકો ચોમાસામાં ખેતી માટે બિયારણ, ખાતર-દવા ખરીદવા, બાળકોની શિક્ષણ ફી ભરવા કે સામાજિક પ્રસંગો માટે આ રીટેઇન્ડ મનીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાનમાં રાખીને, સાબરડેરીના નિયામક મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ ચુકવણીથી 1800થી વધુ દૂધ મંડળીઓના સાડા ત્રણ લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. અગાઉ, સંઘની 61મી વાર્ષિક સાધારણ સભામાં સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે 30 જૂન પહેલાં સાધારણ સભાની મંજૂરીની અપેક્ષાએ રીટેન્શન મની ચૂકવવાની જાહેરાત કરી હતી. નિયામક મંડળના સહકારથી આ રીટેન્શન મની સમયસર ચૂકવી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    24 કલાકમાં નર્મદામાં 3.35 ઈંચ વરસાદ, વીજળી પડતાં ભેંસનું મોત:ડેડિયાપાડા-સાગબારાની નદીમાં ઘોડાપૂર; દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
    Next Article
    પ્રભાસ પાટણમાં 7 હોટલ સંચાલકો સામે કાર્યવાહી:પથિક સોફ્ટવેર અને CCTV નિયમોના ભંગ બદલ ગુના દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment