Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કલાકમાં નર્મદામાં 3.35 ઈંચ વરસાદ, વીજળી પડતાં ભેંસનું મોત:ડેડિયાપાડા-સાગબારાની નદીમાં ઘોડાપૂર; દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

    3 days ago

    ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ શુક્યું ગયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 3.35 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સૌથી ઓછો વરસાદ તાપીના કુકરમુંડામાં 1 મિમી નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા 25થી 1 જુલાઈ સુધી ગુજરાત રિજીયન અને સૌરાષ્ટ્ર રિજીયનના બંને વિસ્તારો માટે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાશે અને પવન તેજ રહેશે, જેની ગતિ 15થી 20 નોટ અને ગસ્ટિંગ 25 નોટ સુધી પહોંચી શકે છે. આ દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. બીજી તરફ, અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ રહેવાનું અનુમાન છે. એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, ગુજરાત પર અસર રહેશે ગુજરાતના મધ્ય ભાગમાં અને પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના બાકીના તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હાલની હવામાન સિસ્ટમની સ્થિતિ અનુસાર, મધ્ય પાકિસ્તાન અને તેની સરહદે આવેલા ઉત્તર રાજસ્થાન પર 1.5 કિલોમીટરની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશના દક્ષિણ-પૂર્વ ભાગ અને તેની આસપાસના વિસ્તારોમાં બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જ્યાંથી પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર સુધી ઉત્તરી ગુજરાત થઈને એક ટ્રફ લાઇન પણ પસાર થઈ રહી છે. આ સિસ્ટમોને કારણે રાજ્યમાં હાલ પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની બનેલી છે. ચોમાસાની હાલની સ્થિતિ ચોમાસાની પ્રગતિ વિશે વાત કરીએ તો ચોમાસાની સ્થિતિ હાલ સ્થિર છે અને તેની ઉત્તરીય રેખા સુરત, ઇન્દોર, મંડલા, ડાલ્ટનગંજ અને મોતિહારી થઈને પસાર થઈ રહી છે. આગામી 3થી 4 દિવસોમાં આ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધશે. તેમજ છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોને પણ આવરી લે તેવી પૂરેપૂરી સંભાવના છે. નર્મદા જિલ્લામાં પહેલાં વરસાદે જ નદીમાં ઘોડાપુર નર્મદા જિલ્લાના સાગબારા, સેલંબા અને ડેડિયાપાડા પંથકમાં પહેલાં જ વરસાદમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં સ્થાનિક નદીઓ છલકાઈ ગઈ છે. ડેડિયાપાડાના ડુમખલ નજીક આવેલી તારવ નદીમાં ઘોડાપૂર આવતાં ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. બીજી તરફ ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા એક ભેંસનું મોત નીપજ્યું છે. ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે. 7 દિવસની આગાહી, ક્યાં કેવો માહોલ રહેશે? અમદાવાદમાં બફારો યથાવત્ રહેશે, સાંજે વરસાદની શક્યતા અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી સમયમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. શહેરમાં ગાજવીજ સાથે વરસાદના એક કે બે રાઉન્ડ પડવાની શક્યતા છે. જોકે, ગરમી અને બફારામાંથી બહુ મોટી રાહત નહીં મળે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.4°C નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં +2.5°C જેટલું ઊંચું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29.2°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +1.6°C વધુ છે. આ પણ વાંચો… રાજસ્થાનમાં ભારે વરસાદ, પાણી ભરાવાને કારણે વાહનો ફસાયા, યુપીમાં વાવાઝોડાથી થાંભલા પડ્યા, કારો દબાઈ; દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ દેશના 6 રાજ્યો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં પ્રી-મોન્સુન વરસાદ ચાલુ છે. યુપીના આગ્રામાં બુધવારે વાવાઝોડાને કારણે રસ્તા કિનારે ઉભેલી કારો પર થાંભલો પડી ગયો. બે કારનો પાછળનો ભાગ દબાઈ ગયો. તો રાજસ્થાનના સીકર અને ચુરુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું, જેના કારણે બાઇક-કારો ફસાઈ ગઈ. દિલ્હીમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો, જ્યારે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં વાદળ ફાટવાને કારણે કાચરંગ નાળામાં પૂર આવ્યું. મુંબઈમાં અંધેરી સબ-વેમાં પાણી ભરાયા બાદ તેને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. વિક્રોલી વેસ્ટમાં રહેણાંક ઇમારત પાસે બનેલી દીવાલ પડી ગઈ. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ઉખડી ગયા, જેના કારણે વાહનોને નુકસાન થયું. અરુણાચલ પ્રદેશમાં એક અઠવાડિયાથી થઈ રહેલા ભારે વરસાદ વચ્ચે બુધવારે કીયી પન્યોર જિલ્લાની નીપકો પ્રોજેક્ટ કોલોનીમાં પૂર આવ્યું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું, 4 લોકો ગુમ છે અને 18થી વધુ ઘરોને નુકસાન થયું છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં બુધવારે ચોમાસાએ 9 દિવસના વિલંબથી પ્રવેશ કર્યો. આ સાથે જ ચોમાસું હવે દેશના 22 રાજ્યોમાં પહોંચી ગયું છે. 5 જુલાઈ સુધીમાં બાકીના રાજ્યોને પણ આવરી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાની સ્કૂલ પર મિસાઈલ પડવાના પુરાવા નથી:ચારેય બાજુ મિસાઈલો છૂટતી હતી, જવાબદારની ઓળખ મુશ્કેલ; 175નાં જીવ ગયા હતા
    Next Article
    સાબરડેરી 3.5 લાખ પશુપાલકોને 29 જૂને રીટેઇન્ડ મની ચૂકવશે:નિયામક મંડળની બેઠકમાં દૂધના કિલો ફેટે રૂ 1007 ચૂકવવાનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment