Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંધકામ તોડવાના 7 દિવસ પહેલા AMCને જાણ કરવી પડશે:સેફ્ટી નેટ-બેરીકેડ-કામદારોને હેલમેટ ફરજિયાત, જનરલ બોર્ડમાં મજૂર થયા બાદ પોલિસી અમલમાં આવશે

    10 hours ago

    જો તમે હવે શહેરમાં પોતાના જૂના મકાનને તોડીને નવું બનાવો છો અથવા રિડેવલપમેન્ટ કરો છો તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી 'અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026'નો અમલ કરવાનો રહેશે. આ પોલિસી હેઠળ મકાન તોડવાની કામગીરી શરૂ કરતાં ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં AMCના સંબંધિત ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ વિભાગને લેખિત જાણ કરવાની રહેશે. ડિમોલિશન સાઇટની આસપાસ બેરીકેડ, ગ્રીન નેટ અથવા વિન્ડશીલ્ડ લગાવવી પડશે. બહુમાળી ઇમારતના ઉપરના માળ તોડતી વખતે સેફ્ટી નેટ લગાવવી પડશે, જ્યારે કામદારોને હેલ્મેટ, સેફ્ટી શૂઝ, હાથમોજાં સહિતનાં સુરક્ષા સાધનો આપવાં ફરજિયાત રહેશે. જોકે આ પોલિસીમાં કોર્પોરેશનની કામગીરીને મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત ટાઉન પ્લાનિંગ અધિનિયમ અથવા અન્ય લાગુ કાયદા હેઠળ કોર્પોરેશન દ્વારા એન્ફોર્સમેન્ટની કામગીરીના ભાગરૂપે કરવામાં આવતાં ડિમોલિશન અથવા દબાણ દૂર કરવાની કામગીરી આ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે નહીં. જનરલ બોર્ડમાં મંજૂર થયા પછી પોલિસી અમલમાં આવશે ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે આજે બુધવારના રોજ મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીમાં સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026ને મંજૂર કરવામાં આવી છે. હવે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં મંજૂર થયા પછી પોલિસી અમલમાં આવશે. શહેરમાં જૂનાં મકાનો તોડીને નવાં બાંધકામ, રિડેવલપમેન્ટ વધી રહ્યું છે. ડિમોલેશનના કારણે ઊડતી ધૂળ, એર પોલ્યુશન, કાટમાળના બેફામ નિકાલ અને કામદારોની સુરક્ષા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી નવી નીતિ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડિમોલિશન પહેલાંની તૈયારીથી લઈને કામગીરી દરમિયાન સલામતી, હવા પ્રદૂષણ નિયંત્રણ, કાટમાળનો સંગ્રહ અને કામગીરી દરમ્યાન પરિવહન, સામગ્રીનું વર્ગીકરણ, પુનઃઉપયોગ અને દેખરેખ સુધીની જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. ઈમારતની ઊંચાઈના આધારે ડિમોલિશન સાઈટની 5 કેટેગરી નક્કી આ પોલીસમાં રિડેવલપમેન્ટમાં માલિક, કોન્ટ્રાક્ટર, સ્ટ્રક્ચરલ એન્જિનિયરની જવાબદારી નક્કી કરવામાં આવી છે. નવી સૂચિત પોલિસી હેઠળ બાંધકામના બિલ્ટ-અપ એરિયા અને ઇમારતની ઊંચાઈના આધારે ડિમોલિશન સાઇટને પાંચ કેટેગરીમાં વહેંચવામાં આવશે. નાના મકાનોથી લઈને મોટા અને ઊંચા બાંધકામ સુધીની કામગીરીના પ્રમાણ અને જોખમને ધ્યાનમાં રાખીને દરેક કેટેગરી માટે દસ્તાવેજો, ટેકનિકલ દેખરેખ, સલામતી વ્યવસ્થા અને પર્યાવરણીય ઉપાયો નક્કી કરવામાં આવ્યા છે. આ નીતિ હેઠળ મિલકતના માલિકો, ડેવલપર્સ, અરજદારો, કોન્ટ્રાક્ટરો, ડિમોલિશન એજન્સીઓ, કોર્પોરેશનમાં નોંધાયેલા એન્જિનિયરો, સ્ટ્રક્ચરલ એન્જિનિયરો, ક્લાર્ક ઓફ વર્ક્સ, કાટમાળના પરિવહનકારો અને અધિકૃત પ્રોસેસિંગ સુવિધાઓની જવાબદારીઓ પણ નિર્ધારિત કરવામાં આવી છે. પ્રોસેસિંગ અને પુનઃઉપયોગની વિગતો આપવી પડશે પોલિસી હેઠળ લાગુ પડતી કેટેગરીમાં મકાન તોડવાની કામગીરી શરૂ કરતાં ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં કોર્પોરેશનની સંબંધિત ઝોનલ કચેરીના એસ્ટેટ અને નગર વિકાસ વિભાગને લેખિત જાણ કરવાની રહેશે. આ સાથે તોડવાના બાંધકામના ફોટોગ્રાફ્સ, ફ્લોર એરિયા, બાંધકામનો ઉપયોગ અને અન્ય સંબંધિત વિગતો રજૂ કરવી પડશે. સાઇટની કેટેગરી પ્રમાણે સ્ટ્રક્ચરલ એસેસમેન્ટ રિપોર્ટ, કાટમાળ વ્યવસ્થાપન યોજના તથા પર્યાવરણ અને સલામતી વ્યવસ્થાપન યોજના પણ રજૂ કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત પાણી, વીજળી અને ગેસ સહિતનાં સર્વિસ કનેક્શન અંગે ડિમોલિશન પહેલાં જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. કાટમાળ વ્યવસ્થાપન યોજનામાં કેટલો કચરો નીકળશે, તેનું વર્ગીકરણ, કામચલાઉ સંગ્રહ, પરિવહન, અધિકૃત પ્રોસેસિંગ અને પુનઃઉપયોગ કેવી રીતે થશે તેની વિગતો આપવી પડશે. 'જોખમ' અને 'સાવધાન' જેવા ચેતવણી બોર્ડ મૂકવાના ડિમોલિશન સાઇટની ચારેય બાજુ પૂરતી ઊંચાઈના બેરીકેડ, તાડપત્રી અથવા વિન્ડશીલ્ડની વ્યવસ્થા કરવાની રહેશે. બહુમાળી ઇમારતના ઉપરના માળ તોડતી વખતે સેફ્ટી નેટ લગાવવી પડશે. કામદારોને હેલ્મેટ, સેફ્ટી શૂઝ, હાથમોજાં અને અન્ય જરૂરી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પૂરાં પાડવાનાં રહેશે. સાઇટ પર 'ડિમોલિશન કામગીરી ચાલુ છે', 'જોખમ' અને 'સાવધાન' જેવા ચેતવણી બોર્ડ જાહેર રસ્તા પરથી સ્પષ્ટ દેખાય તે રીતે મૂકવાના રહેશે. કામગીરી દરમિયાન જાહેર રસ્તા પર વાહનવ્યવહાર અને રાહદારીઓની અવરજવર અવરોધાય નહીં તેની તકેદારી રાખવાની રહેશે. બેઝમેન્ટ અને પાયા તોડતી વખતે યોગ્ય ટેકનિક તથા શોરિંગ-શટરિંગની વ્યવસ્થા કરવી પડશે. ડ્રેનેજ અને અન્ય સર્વિસ લાઇનોને નુકસાન કે લીકેજ ન થાય તેમજ મશીનરીના કંપનથી આસપાસની મિલકતોને અસર ન થાય તેની પણ કાળજી રાખવાની રહેશે. ડિમોલિશન દિવસ દરમિયાન જ કરવાનું રહેશે અને રાત્રિના સમયે સાઇટ પર પૂરતી લાઇટિંગની વ્યવસ્થા રાખવી પડશે. ઉચ્ચ કેટેગરીના સ્ટ્રક્ચરલ એન્જિનિયરની દેખરેખ જરૂરી કેટેગરીની સાઇટ પર કોર્પોરેશનમાં નોંધાયેલા રજિસ્ટર્ડ એન્જિનિયર અથવા ક્લાર્ક ઓફ વર્ક્સ તથા સ્ટ્રક્ચરલ એન્જિનિયરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ડિમોલિશનની કામગીરી કરવાની જોગવાઈ સૂચવવામાં આવી છે. સૌથી ઊંચી કેટેગરીની સાઇટ માટે ઉચ્ચ કેટેગરીના સ્ટ્રક્ચરલ એન્જિનિયરની દેખરેખ જરૂરી રહેશે. મોટી સાઇટની નિર્ધારિત કેટેગરીમાં રજિસ્ટર્ડ એન્જિનિયર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા સ્થળ તપાસ, કામગીરી પહેલાં અને પછીના ફોટોગ્રાફ્સ તથા નિયમોના પાલનને લગતા રેકોર્ડ જાળવવાના રહેશે. પર્યાવરણ અને સલામતી વ્યવસ્થાપન યોજનામાં સંભવિત જોખમોની ઓળખ, પ્રાથમિક સારવાર, ઇમરજન્સી અને ટ્રાફિક વ્યવસ્થાપનનો સમાવેશ કરવાનો રહેશે. સાઇટ પર ધૂળનું મોનિટરિંગ ફરજિયાત રાખવાની જોગવાઈ ડિમોલિશન દરમિયાન ધૂળનું પ્રદૂષણ ઘટાડવા માટે તમામ કેટેગરીની સાઇટ પર નિર્ધારિત ઊંચાઈના ડસ્ટ બેરીકેડ અથવા વિન્ડશીલ્ડ લગાવવાની રહેશે. સમગ્ર બાંધકામને ગ્રીન નેટ અથવા ધૂળ અવરોધક સામગ્રીથી ઢાંકવું પડશે. ડિમોલિશન પહેલાં અને પછી પાણીનો છંટકાવ કરવાની સાથે સાઇટની આસપાસના રસ્તાઓની સફાઈ પણ કરવી પડશે. કટિંગ, ગ્રાઇન્ડિંગ અને ડ્રિલિંગ જેવી કામગીરી યોગ્ય રીતે ઢાંકેલા અને હવાની અવરજવર ધરાવતા વિસ્તારમાં કરવાની રહેશે. મોટી સાઇટની નિર્ધારિત કેટેગરીમાં સતત વોટર ફોગિંગ અથવા મિસ્ટ સિસ્ટમ, ડસ્ટ કંટ્રોલ સિસ્ટમ સાથે મશીનરીનો ઉપયોગ અને સાઇટ પર ધૂળનું મોનિટરિંગ ફરજિયાત રાખવાની જોગવાઈ છે. કાટમાળ ઢાંકીને રાખવો કે 48 કલાકમાં નિકાલ કરવાનો ડિમોલિશન દરમિયાન નીકળતો કાટમાળ ઢાંકીને રાખવાનો અને 48 કલાકમાં તેનો નિકાલ કરવાનો રહેશે. કાટમાળનું પરિવહન ઢાંકેલાં વાહનોમાં જ કરવાનું રહેશે. CD વેસ્ટ સીધો અધિકૃત પ્રોસેસિંગ સુવિધા સુધી પહોંચાડવો પડશે. તેના પરિવહનનો લોગ રાખવાની સાથે પ્રોસેસિંગ સુવિધામાં કચરો જમા કરાવ્યાની પહોંચ પણ સાચવવાની રહેશે. કોંક્રિટ, ઈંટો, બ્લોક, મોર્ટાર, લોખંડ અને ધાતુનો ભંગાર, લાકડું, દરવાજા-બારીઓ, ટાઇલ્સ, સિરામિક અને માટી જેવી સામગ્રીનું અલગ વર્ગીકરણ કરવાનું રહેશે. મોટી સાઇટ પર કાચ, પ્લાસ્ટિક, PVC પાઇપ અને ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ જેવી સામગ્રી પણ અલગ કરવાની રહેશે. એસ્બેસ્ટોસ, રસાયણનાં કન્ટેનર, પેઇન્ટ અને તેલ જેવા જોખમી કચરાને સામાન્ય કાટમાળથી અલગ રાખીને તેનું અલગથી હેન્ડલિંગ કરવાનું રહેશે. પોલિસીમાં ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રીના પુનઃઉપયોગ અને રિસાઇકલિંગને પ્રોત્સાહન આપવાની જોગવાઈ પણ છે. નીતિમાં નિર્ધારિત ઊંચી કેટેગરીમાં આવતા બાંધકામ અને પુનઃબાંધકામની કામગીરીમાં ઓછામાં ઓછા 15 ટકા CD વેસ્ટ અથવા તેમાંથી તૈયાર થયેલાં ઉત્પાદનોનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, આ સામગ્રીના પુનઃઉપયોગથી બાંધકામની ગુણવત્તા અને સલામતીના માપદંડો પર પ્રતિકૂળ અસર ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. પોલિસીની જોગવાઈઓનું પાલન નહીં થાય તો લાગુ પડતો દંડ કરવા, કામગીરી બંધ કરાવવા અને જીપીએમસી એક્ટ કાર્યવાહી કરવાની જોગવાઈ સૂચવવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ વિભાગને જાણ કરવાની પણ જોગવાઈ કરી છે. ડિમોલિશનના કારણે કોઈ વ્યક્તિ, મિલકત, બાંધકામ કે આસપાસના પરિસરને ઈજા, નુકસાન અથવા અકસ્માત થાય તો તેના માટે મિલકતના માલિક અને સંબંધિત જવાબદાર વ્યક્તિઓ જવાબદાર રહેશે.
    Click here to Read More
    Previous Article
    મહિલાને નિર્દોષ છોડતી સિટી સેશન્સ કોર્ટ:પોતાની 10 મહિનાની પુત્રીની ગળે બ્લેડ ફેરવી હત્યાનો આરોપ હતો
    Next Article
    પડધરીના રૂપાવટીમાં રૂ.4 કરોડની જમીન પરનું દબાણ દૂર:રાજકોટના લોઠડા ગામે રૂ.200 કરોડની સરકારી જમીન પર 100 કોમર્શિયલ દબાણ, દબાણકારોને આખરી નોટીસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment