Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાને નિર્દોષ છોડતી સિટી સેશન્સ કોર્ટ:પોતાની 10 મહિનાની પુત્રીની ગળે બ્લેડ ફેરવી હત્યાનો આરોપ હતો

    1 day ago

    અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 26 વર્ષીય રીઝવાના વડનગરવાળાને પોતાની જ દીકરીની હત્યાના આરોપોમાંથી નિર્દોષ છોડ્યા છે. તેમની સામે વર્ષ 2024 માં ગાયકવાડ હવેલી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ફરિયાદપક્ષ અનુસાર આરોપી રીઝવાના પોતાના પતિથી છૂટાછેડા લેવા માંગતી હતી અને તેમાં તેની 10 મહિનાની પુત્રી નડતરરૂપ બનતી હતી. આથી 6 જુલાઈ, 2024 ના રોજ સાંજના 7 વાગ્યા પહેલાં બાથરૂમમાં દીકરીને નવડાવતી વખતે શેવિંગ બ્લેડ વડે તેનું ગળું કાપીને હત્યા કરવાનો આરોપી પર આક્ષેપ હતો. પંચ સાક્ષીઓ કોર્ટ સમક્ષ પોતાના નિવેદનથી ફરી ગયા હતા આરોપીનો પતિ એવો ફરિયાદી પોતે, આરોપીના સાસુ-સસરા અને તમામ સ્વતંત્ર તથા પંચ સાક્ષીઓ કોર્ટ સમક્ષ પોતાના નિવેદનથી ફરી ગયા હતા અને ફરિયાદપક્ષના કેસને સમર્થન આપ્યું નહોતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મૃત્યુ ગળાના ભાગે કપાયેલા ઘા અને રક્તસ્રાવને કારણે અકુદરતી રીતે થયું હોવાનું સાબિત થયું હતું. FSL રિપોર્ટ અનુસાર કબ્જે કરેલી બ્લેડ અને આરોપીના કપડાં પરથી માનવ રક્ત મળી આવ્યું હતું. બ્લેડ પરથી ફિંગરપ્રિન્ટ નિષ્ણાતનો અભિપ્રાય મેળવ્યો નહોતો બચાવ પક્ષ તરફથી રજૂઆત થઈ હતી કે ઘટનાના દિવસે જગ્યાના પંચનામા વખતે બ્લેડ મળી નહોતી, પરંતુ બીજા દિવસે ડિસ્કવરી પંચનામાથી સંયુક્ત બાથરૂમમાંથી રિકવર કરવામાં આવી હતી, જે શંકાસ્પદ માનવામાં આવી છે. FSL અધિકારીના સૂચન છતાં તપાસ અધિકારીએ કબ્જે કરેલી બ્લેડ પરથી ફિંગરપ્રિન્ટ નિષ્ણાતનો અભિપ્રાય મેળવ્યો નહોતો. આરોપી તેના પરિવાર સાથે સંયુક્ત મકાનમાં રહેતી હોવાથી તે બાથરૂમનો ઉપયોગ માત્ર આરોપી જ કરતી હતી તેવું માની શકાય નહીં. માત્ર શંકાના આધારે કોઈને સજા કરી શકાય નહીં કોર્ટે તારણ કાઢ્યું હતું કે આ કેસ સંપૂર્ણપણે સાંયોગિક પુરાવા પર આધારિત છે. સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ સાંયોગિક પુરાવાના કેસમાં ગુનાનો હેતુ અને પુરાવાની આખી સાંકળ શંકારહિત રીતે સાબિત થવી જરૂરી છે. મહત્વના તમામ સાક્ષીઓ ફરી ગયા હોવાથી આરોપી જ ગુનેગાર છે તેવી કડીઓ સાબિત થઈ શકી નથી. માત્ર શંકાના આધારે કોઈને સજા કરી શકાય નહીં. આથી આરોપીને નિર્દોષ છોડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    હિતેન્દ્રસિંહ ચૌહાણના જન્મદિવસે ભાજપે સેવાકાર્યો કર્યા:સુરેન્દ્રનગરમાં વૃક્ષારોપણ, ગૌસેવા અને જરૂરિયાતમંદોને ભોજન કરાવ્યું
    Next Article
    બાંધકામ તોડવાના 7 દિવસ પહેલા AMCને જાણ કરવી પડશે:સેફ્ટી નેટ-બેરીકેડ-કામદારોને હેલમેટ ફરજિયાત, જનરલ બોર્ડમાં મજૂર થયા બાદ પોલિસી અમલમાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment