Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પડધરીના રૂપાવટીમાં રૂ.4 કરોડની જમીન પરનું દબાણ દૂર:રાજકોટના લોઠડા ગામે રૂ.200 કરોડની સરકારી જમીન પર 100 કોમર્શિયલ દબાણ, દબાણકારોને આખરી નોટીસ

    9 hours ago

    રાજકોટના પડધરી તાલુકાના રૂપાવટી ગામે રૂ.4 કરોડની કિંમતની 8 એકરની સરકારી જમીન પર ઓરડી સહિતનું દબાણ હોવાથી આજે 4 નવેમ્બરના ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને સરકારી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત લોઠડાની અંદાજીત રૂ.200 કરોડની સરકારી જમીન પર લાંબા સમયથી થયેલા 100 જેટલા કોમર્શિયલ દબાણો હટાવવા આખરી નોટીસો દબાણકારોને ફટકારવામાં આવી છે. જો દબાણકર્તાઓ દ્વારા સ્વેચ્છાએ દબાણ હટાવવામાં નહીં આવે તો વહીવટી તંત્ર દ્વારા આગામી 26 અને 27 નવેમ્બરના ડિમોલિશન કરવામાં આવશે. પડધરી તાલુકામાં સરકારી જમીનો પર થયેલા દબાણો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે પડધરી તાલુકાના રૂપાવટી ગામ ખાતે વર્ષોથી સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે મામલતદાર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી આ દબાણની સાફસુફી કરી હતી.પડધરી નજીક આવેલા રૂપાવટી ગામમાં આશરે રૂ.4 કરોડની કિંમતની 8 એકર જેટલી સરકારી જમીન પર લાંબા સમયથી દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન પર ઓરડી સહિત ખેતીલક્ષી પ્રવૃત્તિઓના નામે દબાણ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યુ હતું. જે વહીવટી તંત્રના ધ્યાને આવ્યા બાદ પડધરી મામલતદાર કચેરી દ્વારા દબાણ દૂર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.આ મામલે પડધરી મામલતદાર કચેરી દ્વારા સંબંધિત દબાણકર્તાને અગાઉ અનેક વખત નોટિસ પાઠવી સરકારી જમીન પરથી દબાણ સ્વેચ્છાએ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં નોટિસો આપવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતાં આખરે વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પડધરી મામલતદાર કેતન સખીયાના આદેશ બાદ મામલતદાર કચેરીની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, અમરસિંહ ચૌહાણ નામના વ્યક્તિ દ્વારા આ સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રાજકોટના લોઠડાની અંદાજીત રૂ.200 કરોડની સરકારી જમીન પર લાંબા સમયથી થયેલા કોમર્શિયલ દબાણો હટાવવા આખરી નોટીસો દબાણકારોને ફટકારી છે. રાજકોટ તાલુકાનાં લોઠડા સર્વે નં.167 પૈકીની રોડ ટચની અંદાજે 15 હજાર ચો.મી. જમીનની બન્ને તરફ 100 જેટલા કોમર્શિયલ દબાણો લાંબા સમયથી ખડકાઈ ગયા છે.અંદાજે રૂ.200 કરોડ જેટલી કિંમતની સરકારી જમીન પરનાં દબાણકર્તાઓને અનેક નોટીસો પાઠવવા છતા આજ સુધી સ્વૈચ્છીક રીતે દબાણો નહી હટાવાતા આજે તાલુકા મામલતદારે આ દબાણકર્તાઓને કલમ-202ની આખરી નોટીસો ફટકારી છે અને છેલ્લી એક તક આપી દબાણો સ્વૈચ્છીક રીતે હટાવી દેવા દબાણકર્તાઓને તાકીદ કરી છે. રાજકોટ જિલ્લાના લોઠડા ગામમાં સરકારી જમીન પર ચા-પાનના ગલ્લા તેમજ કેટલાક કારખાનેદારો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો સામે આજે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તાલુકા મામલતદાર દ્વારા કલમ 202 અંતર્ગત આખરી નોટિસો ફટકારવામાં આવી છે.આગામી તારીખ 26 અને 27 નવેમ્બરના રોજ આ તમામ ગેરકાયદેસર બાંધકામો સામે મોટા પાયે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આ નિર્ધારિત તારીખ સુધીમાં જો ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ જાતે જ દબાણો દૂર નહીં કરે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી અને ટ્રેક્ટર જેવા સાધનોની મદદથી બુલડોઝર ફેરવીને તમામ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બાંધકામ તોડવાના 7 દિવસ પહેલા AMCને જાણ કરવી પડશે:સેફ્ટી નેટ-બેરીકેડ-કામદારોને હેલમેટ ફરજિયાત, જનરલ બોર્ડમાં મજૂર થયા બાદ પોલિસી અમલમાં આવશે
    Next Article
    Ahmedabad Maninagar Gracious School Action | મણિનગરની ગ્રેસિયસ સ્કૂલ સામે DEOની કાર્યવાહી | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment