Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ સભામાં 7 મુદ્દા મંજૂર:વેરા વ્યાજમાં 90% માફી આપતી OTS યોજનાને લીલી ઝંડી

    1 day ago

    પોરબંદર મહાનગરપાલિકાની સ્થાપના અને ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીની નવી બોડીની પ્રથમ સામાન્ય બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના હિત અને વહીવટી સુધારાને લગતા 7 મહત્વના મુદ્દાઓ પર નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સૌથી મુખ્ય નિર્ણય વર્ષોથી બાકી વેરાના વ્યાજમાં રાહત આપતી 'વન ટાઈમ સેટલમેન્ટ' (OTS) યોજનાનો છે. આ OTS યોજના હેઠળ, જે કરદાતાઓનો વર્ષોથી વેરો ભરવાનો બાકી છે અને વ્યાજની રકમ મૂળ વેરાની કિંમત કરતાં પણ ત્રણ ગણી વધી ગઈ છે, તેવા લોકોને મોટી રાહત આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત વ્યાજમાં 90% સુધીની માફી (ડિસ્કાઉન્ટ) આપવામાં આવશે. નાગરિકો આ યોજનાનો લાભ 30 સપ્ટેમ્બર સુધી લઈ શકશે. 1 ઓક્ટોબરના રોજ મહાનગરપાલિકા દ્વારા કેટલો વેરો વસૂલ થયો તેની વિગતો જાહેર કરાશે. જોકે, આ યોજના માટે એક ખાસ શરત રાખવામાં આવી છે કે બાકી વેરાની ચૂકવણી સંપૂર્ણપણે કેશલેસ રહેશે. રોકડ રકમ સ્વીકારવામાં આવશે નહીં. નાગરિકોએ ચેક, ડ્રાફ્ટ અથવા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી જ વેરો ભરવાનો રહેશે. અન્ય મંજૂર કરાયેલા મહત્વના વહીવટી મુદ્દાઓમાં કોર્પોરેટરોના ભથ્થાની દરખાસ્તનો સમાવેશ થાય છે. આ અંગેનો નિયમ બનાવી સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવશે. જેમાં માસિક ભથ્થું 7000 રૂપિયા, પ્રતિ બેઠક 500 રૂપિયા (જે 2500 થી વધુ ન હોવું જોઈએ), ટેલિફોન ભથ્થું 1000 રૂપિયા અને સ્ટેશનરી ખર્ચ પેટે માસિક 1500 રૂપિયા દરેક સભ્યને આપવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત, ઓડદર ખાતે આવેલી મહાનગરપાલિકાની ગૌશાળા હાલ નાની પડતી હોવાથી તેને મોટી બનાવવા માટેની જગ્યા મેળવવા અંગેની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવશે, જેને બોર્ડ દ્વારા મંજૂરી અપાઈ છે. પોરબંદરનો ડેવલપમેન્ટ પ્લાન (DP) તૈયાર થઈ ગયો છે, જેને અંતિમ ચરણમાં મંજૂર કરાવી સરકારમાં મોકલાશે. ત્યારબાદ ગેઝેટમાં પ્રસિદ્ધ કરી તેને મીડિયા મારફત લોકો માટે ખુલ્લો મુકાશે. નવી નિમણૂકો અંગે પણ નિર્ણય લેવાયો છે. જન્મ-મરણ વિભાગમાં સબ-રજિસ્ટ્રારની નિમણૂક કરવા તેમજ ક્લાસ 2 (વર્ગ 2) ના 4 કર્મચારીઓની નિમણૂક કરવા અંગેના મુદ્દાને બોર્ડમાં મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય સભામાં મહિલા કાઉન્સિલરોના બદલે તેમના પ્રતિનિધિઓ કે પરિવારજનો હાજર રહેતા હોવાના પ્રશ્ન અંગે જણાવાયું હતું કે, આવી કોઈ બાબત સત્તાવાર રીતે ધ્યાને આવી નથી, પરંતુ આગામી સમયમાં કોઈ બિનઅધિકૃત વ્યક્તિ બેઠકમાં હાજર ન રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અલનીનોની સંભવિત અસરને લઈ સરકાર એકશનમાં:300 તળાવ અને સૌરાષ્ટ્રના ડેમ નર્મદાના પાણીથી ભરાશે, કૃષિ વિભાગની 'આકસ્મિક પાક યોજના'ની જાહેરાત
    Next Article
    ​મનપા જનરલ બોર્ડ બેઠકમાં પ્રી-મોન્સૂન અને ભ્રષ્ટાચાર મુદ્દે ભારે હોબાળો:નરસિંહ મહેતા સરોવર અને ટાઉનહોલ મુદ્દે વિપક્ષે શાસકોને ઘેર્યા, ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ કરવા માંગ, શાબ્દિક યુદ્ધથી માહોલ ગરમાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment