Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધરાતે જન્મોત્સવ બાદ મટકીફોડ:300 વર્ષ જૂના હિંમતનગરના રાધાકૃષ્ણ મંદિરમાં પ્રથમવાર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે

    9 hours ago

    હિંમતનગરના ખાડિયા વિસ્તારમાં આવેલા આશરે 300 વર્ષ જૂના રાધાકૃષ્ણ મંદિરમાં મહામંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવને લઈને મંદિર પરિસરમાં છેલ્લા એક મહિનાથી ભક્તો દ્વારા તૈયારીઓ કરાઇ રહી છે. મહોત્સવમાં કૃષ્ણલીલા પ્રદર્શન, નંદભવન, કાનુડાના 10 કટઆઉટ, 25 મટકી, સંતો-મહંતોના કટઆઉટ સહિત રાધાકૃષ્ણ ભગવાન અને મંદિરનો વિશેષ શણગાર આકર્ષણનું કેન્દ્ર બનશે. દિપેશ દરજીનો પરિવાર,હરીશ કે. રાવલ, મિતેશ ગોસ્વામી અને હરિભાઈ પરમાર સહિતના ભક્તો દરરોજ ત્રણ કલાકથી વધુ સમય સેવા આપી તૈયારીઓ કરી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે રાત્રે 8 થી 11:45 વાગ્યા સુધી કિર્તન અને રાસ-ગરબા યોજાશે. રાત્રે 12 વાગ્યે નંદઘેર જન્મોત્સવ અને 12:15 વાગ્યે મંદિર પરિસરમાં મટકીફોડ કાર્યક્રમ યોજાશે. પ્રથમવાર યોજાનારા મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગત વર્ષે દોડાવેલ 464 ટ્રીપ સામે આ વર્ષે 725 દોડાવી‎:રક્ષાબંધને હિંમતનગર એસટી ડિવિઝને 35 લાખ આવક કરી
    Next Article
    તેરા તુજકો અર્પણ:તલોદ પોલીસે CEIR પોર્ટલની ‎મદદથી 10 ફોન માલિકોને સોંપ્યા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment