Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેચરાજીમાં 7થી 8 ઇંચ ધોધમાર વરસાદથી જળબંબાકાર:ઘરો અને માર્કેટમાં પાણી ભરાતા કરોડોનું નુકસાન, વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ

    1 day ago

    મેહસાણા જિલ્લાના બેચરાજી શહેરમાં આજે વહેલી સવારથી જ આભ ફાટ્યું હોય તેમ 7થી 8 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. ટૂંકા સમયમાં જ ખાબકેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેર અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અચાનક આવી પડેલી આ આફતને કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘરવખરી, ગોદડાં અને માલ-સામાન પલળીને સડી ગયા સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર જુના ઇન્દિરા નગર જેવા વિસ્તારોમાં રાતના સમયથી શરૂ થયેલા વરસાદના કારણે 10 થી 20 જેટલા મકાનોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે. આસપાસના વિસ્તારોમાં નવા ફ્લેટોનું નિર્માણ થતાં વિસ્તાર નીચાણમાં આવી ગયો છે, જેના કારણે ઘરવખરી, ગોદડાં અને માલ-સામાન પલળીને સડી ગયા છે. લોકો ઘરોમાં ખાટલા પર બેસીને દિવસો વિતાવવા મજબૂર બન્યા છે અને રાંધીને ખાવાની જગ્યા ન હોવાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પંચાયતમાંથી નગરપાલિકા બની હોવા છતાં છેલ્લા 30 થી 50 વર્ષથી આ સમસ્યાનો કાયમી નિકાલ આવ્યો નથી. મુખ્ય રોડનું પાણી સીધું માર્કેટમાં ઘૂસી ગયું હતું આ ભારે વરસાદની સૌથી મોટી અસર સ્થાનિક વેપાર પર પડી છે. વેપારી જયદીપ સિંહ સોલંકીના જણાવ્યા મુજબ, માર્કેટ યાર્ડ અને આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું મોટું નુકસાન થયું છે. માર્કેટમાં રાખવામાં આવેલા એરંડા, રાયડો, જીરું, ઈસબગુલ અને ખાસ કરીને લસણનો જંગી જથ્થો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બાજુમાં આવેલું નાળું અને ગટરો બ્લોક હોવાથી મુખ્ય રોડનું પાણી સીધું માર્કેટમાં ઘૂસી ગયું હતું. આસપાસના 10થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો બીજી તરફ શંખલપુર રોડ પર આવેલું અંડરગ્રાઉન્ડ રેલવે ગરનાળું પાણીથી સંપૂર્ણપણે ભરાઈ જતાં શંખલપુર સહિત આસપાસના 10થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. આ રસ્તા પર સ્કૂલો અને સિવિલ હોસ્પિટલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ તેમજ દર્દીઓની અવરજવર અટકી પડી છે. સ્થાનિક નાગરિક હર્ષદભાઈએ આ પરિસ્થિતિને માનવસર્જિત ગણાવતા કડક શબ્દોમાં જણાવ્યું હતું કે પાણીના નિકાલ માટે યોગ્ય ક્ષમતાવાળા નાળા મૂકવાના બદલે નાની પાઇપો મૂકવામાં આવે છે તેમજ ગરનાળાની બંને બાજુ ઊંચી દીવાલ બનાવી ઢાળ આપવામાં આવે તો બહારનું પાણી અંદર આવતું અટકી શકે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે દર વર્ષે દોઢ-બે દિવસ સુધી રસ્તો બંધ રહે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મામલતદાર રાજેશ કાનૂડાવાલાએ જણાવ્યું હતું કે એકસાથે 8 ઇંચ વરસાદ પડવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જેસીબીની મદદથી બ્લોક થયેલી ગટરો અને નાળાઓ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શંખલપુર ગરનાળામાંથી પાણી ઝડપથી ખાલી થાય તે માટે રેલવે તંત્ર સાથે મળીને આયોજન કરાયું છે. હાલ પૂરતો વાહનચાલકો માટે બાયપાસના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદની સ્થિતિને લઈ વડોદરામાં આવતીકાલે શાળા-કોલેજોમાં રજા:શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ, નિયમ ભંગ કરનાર સામે BNSની કલમ-223 મુજબ કાર્યવાહી થશે
    Next Article
    છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં પૂર:સંખેડા-બહાદરપુર વચ્ચે ઓરસંગ નદીનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ, પાણી ઓછું થતાં વાહનવ્યવહાર ફરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment