Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદની સ્થિતિને લઈ વડોદરામાં આવતીકાલે શાળા-કોલેજોમાં રજા:શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ, નિયમ ભંગ કરનાર સામે BNSની કલમ-223 મુજબ કાર્યવાહી થશે

    1 day ago

    વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારોમાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાની સૂચના જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 23 જુલાઈથી 25 જુલાઈ, 2026 દરમિયાન વડોદરા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ ભારે વરસાદના પગલે કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા દ્વારા આવતી કાલે શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ આજે 24, જુલાઈ 2026, શુક્રવારના રોજ વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારોમાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ કાનૂની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા જિલ્લાના તમામ નાગરિકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ નોંધ લેવા જાહેરનામા મારફત જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    કોમર્સ છ રસ્તા પાસે દુકાનોમાં પાણી ભરાયા:સામાન પણ ખરાબ થઈ ગયો, દુકાનદારોએ જાતે જ ડોલ વડે પાણી બહાર કાઢ્યું
    Next Article
    બેચરાજીમાં 7થી 8 ઇંચ ધોધમાર વરસાદથી જળબંબાકાર:ઘરો અને માર્કેટમાં પાણી ભરાતા કરોડોનું નુકસાન, વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment