Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ચૂંટણીમાં રાત ઓછી વેશ ઝાઝા:ઉમેદવારો હવે 7-8 કલાક અને 10 10 સોસાયટીમાં મત માગવા ફરે છે

    4 days ago

    મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઉમેદવારોએ સમર્થકો સાથે સોસાયટીઓમાં ડોર ટુ ડોર એટલે કે ઘરે ઘરે મતદારોનો સંપર્ક વધારી દીધો છે. છેલ્લા દિવસોમાં દરેક મતદાર સુધી પહોંચી શકાય તે માટે સાત થી આઠ કલાક ફરી રહ્યા છે. મુલાકાત દરમિયાન વડીલોને પગે લાગે છે, મહિલાઓને બે હાથ જોડી નમન કરે છે તો યુવાનો સાથે હાથ મિલાવે છે. સાથે પોતાની પેનલના ચારેય ઉમેદવારોને મત આપવા વિનંતી કરી રહ્યા છે. એક ઉમેદવાર રોજ 10 થી વધુ સોસાયટીમાં ડોર ટુ ડોર પ્રચાર માટે ફરતા હોઇ કસરત એટલી હદે વધી છે કે કમરના દુ:ખાવા પણ કેટલાકને શરૂ થયા છે. શહેરના વોર્ડ નં.4માં વિસનગર રોડ પર એન.જી. સ્કૂલ સામે કૃણાલ હોપટાઉન અને સોમેશ્વર યુએન હોમ્સમાં સાઉન્ડ સિસ્ટમ સાથે ડોર ટુ ડોર પ્રચાર કરતા ઉમેદવારો ઘરમાંથી વડીલ બહાર આવે કે તરત પગે લાગી આશીર્વાદ મેળવતા, માસી જોજો હો, મત રહી ન જાય, તો સામે માસી પણ અરે કહેવું ના પડે, બધુ બરોબર છે તેવા સંવાદ સંભળાય છે. બાજુમાં એક કાર્યકર પેમ્ફલેટ આપી આ ક્રમ સામે બટન દબાવી રજીસ્ટ્રેશન છેલ્લે કરી લેવા સમજાવે છે. આ બંને સોસાયટીમાં સ્થાનિક લોકોને પૂછ્યું કે, અહીં કેટલા મતદારો છે. તો જવાબ મળ્યો કે, ઘણા વતનમાં રહે છે. એટલે મકાન 250 છે પણ મત 130 જેટલા હશે. ચૂંટણીનો માહોલ કેવો છે, શું લાગે છે એવું પૂછતાં એક યુવાને કહ્યું, તમે ભાજપમાં કે કોંગ્રેસમાં છો?. એટલે મતદારો પણ સામે કયા પક્ષ માં માનવાવા ળા છે તે જા ણીને જવાબ આપે છે. એક વડીલે કહ્યું જે ઉમેદવારો આવે તેમને બધાને આવકારવાના. મત તો જેને આપવાનો હોય તેને જ મતદારો આપશે ને? ઉમેદવારો સાલ અને ‎હાર સાથે જ રાખે છે‎ પ્રચાર દરમિયાન કેટલાક ઘર‎માલિકને સામેથી સાલ, હાર‎આપી અને તેમના હસ્તે‎ઉમેદવારોનું સ્વાગત કરતા‎ફોટોની જમાવટ પણ જોવા મળી‎રહી છે. ટાબરિયાઓને પાર્ટીની‎ટોપી મળી જતાં સાયકલીગ મોજ‎કરવા લાગ્યા. ત્યાં ત્રીજી‎લાઇનના એક ઘરના ઝાંપે આ‎પ્રચાર ટીમ પહોચી તો એક યુવાન‎મોબાઇલ લઇને તરત રીલ‎ઉતારવા લાગ્યો અને ઉમેદવારને‎આગળ ધરી મત અપીલ મેળવી‎લીધી હવે ઇન્ટાગ્રામમાં ચઢાવી‎દઇશુ તેવું કહ્યું.‎
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:10 મતદાન મથકો વચ્ચે પોલીસની એક મોબાઇલ ટીમ પેટ્રોલિંગ કરશે
    Next Article
    મહેસાણાની મહિલાને કોમેન્ટ કરવી ભારે પડી:ઇન્સ્ટાગ્રામ પર કરેલી કોમેન્ટથી બે મહિલા વચ્ચે ગાળાગાળી "મહેસાણા આવે તો ગોળી મારી દઉં'ની ધમકી આપતાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment