Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાની મહિલાને કોમેન્ટ કરવી ભારે પડી:ઇન્સ્ટાગ્રામ પર કરેલી કોમેન્ટથી બે મહિલા વચ્ચે ગાળાગાળી "મહેસાણા આવે તો ગોળી મારી દઉં'ની ધમકી આપતાં ફરિયાદ

    4 days ago

    સોશિયલ મીડિયા પર એક સામાન્ય કોમેન્ટ ક્યારેક કેટલો મોટો વિવાદ ઉભો કરી શકે છે તેનું તાજું ઉદાહરણ મહેસાણામાં સામે આવ્યું છે. મહેસાણા શહેરના માનવ આશ્રમ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી 51 વર્ષની આધેડ મહિલાને ઇન્સ્ટાગ્રામ પર કરેલી એક કોમેન્ટ ભારે પડી ગઈ છે અને હવે મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. મહિલાએ હરિયાણાના એક યુવક દ્વારા તેના પેરાલિસિસથી પીડિત પિતાની સંભાળ લેતા વીડિયો પોસ્ટ પર “છોકરાઓ આવાં જ હોવા જોઈએ” જેવી સામાન્ય કોમેન્ટ કરી હતી. પરંતુ, આ કોમેન્ટથી યુવકની એક મિત્ર યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે મહિલાને ગાળો લખીને જવાબ આપ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર જ ગાળાગાળી અને વાકયુદ્ધ શરૂ થઈ ગયું હતું. મામલો વધુ ગંભીર બનતાં મહિલાએ પણ સામેવાળી યુવતીને ગાળો આપતાં અને તું મહેસાણા આવે તો તને ખબર પાડું અને ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતી કોમેન્ટ કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર વિવાદ બાદ યુવતીએ ગુડગાંવ પોલીસ મથકે મહેસાણાની મહિલા સામે પોતાને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આઇપી એડ્રેસ અને મોબાઇલ નંબરના આધારે ગુડગાંવ પોલીસ મંગળવારે મહેસાણા એ ડિવિઝન પોલીસ સાથે તપાસ માટે‎પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી મહિલાને પોલીસ મથકે‎બોલાવતાં તેણીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતુ કે, તેને પણ‎સામેવાળી યુવતીએ બેફામ ગાળો લખી હતી અને સમગ્ર વિવાદમાં‎તે પહેલેથી ઉશ્કેરાઈ હતી. હાલ ગુડગાંવ પોલીસે મહિલાનું નિવેદન‎લઈ સાથે મહિલા પોલીસ ન હોવાથી નોટિસ આપી છે અને સમય‎મર્યાદામાં ગુડગાંવ હાજર થવા સૂચના આપી છે. સાથે જ મહિલાને‎મહેસાણા સાઇબર ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાવવા સલાહ‎આપવામાં આવી છે.‎ મને ગાળો લખનાર યુવતી સામે હું પણ ફરિયાદ કરીશ મારા કરતાં તો સામેવાળી યુવતીએ મને બેફામ ગાળો લખી છે. જે યુવકની પોસ્ટ પર મેં કોમેન્ટ લખી હતી તે યુવકને પણ મેં વાત કરતાં તેણે પણ તે યુવતી સાઇકી હોવાની વાત કરતાં હવે હું પણ મહેસાણામાં સાઇબર ક્રાઇમ પોલીસ મથકે તેની સામે ફરિયાદ નોંધાવીશનું પોલીસની હાજરીમાં મહિલાએ કહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મનપાની ચૂંટણીમાં રાત ઓછી વેશ ઝાઝા:ઉમેદવારો હવે 7-8 કલાક અને 10 10 સોસાયટીમાં મત માગવા ફરે છે
    Next Article
    પીએમ કિસાન સન્માન નહીં ‘પરેશાની યોજના’:ઈ-કેવાયસી સહિત પોર્ટલમાં 7 ખામી,હપ્તા બંધ થતાં ખેડૂતો ધક્કે ચડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment