Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના રવાપરમાં જુગારધામ પર પોલીસનો દરોડો:મકાન માલિક સહિત 7 જુગારીઓ 7.85 લાખ રોકડ સાથે પકડાયા

    10 hours ago

    મોરબીના રવાપર ગામની સરદાર પટેલ સોસાયટીમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે 7 જુગારીઓને 7.85 લાખ રૂપિયા રોકડા સાથે પકડી પાડ્યા હતા. મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સરદાર પટેલ સોસાયટીમાં આવેલા જયદીપભાઈ ઉર્ફે લાલાના નવા બની રહેલા મકાનમાં રેડ કરવામાં આવી હતી. ત્યાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમાતો હતો. પોલીસે મકાન માલિક જયદીપભાઈ ઉર્ફે લાલો ગોવિંદભાઈ બકુત્રા (ઉંમર 42) સહિત સંદીપભાઈ જગદીશભાઈ શેરશિયા (ઉંમર 35), આશિષભાઈ ભગવાનજીભાઈ ડાંગર (ઉંમર 35), ભાવિનભાઈ ગિરીશભાઈ કારિયા (ઉંમર 30), રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા (ઉંમર 45), કિશનભાઈ દેવદાનભાઈ કુંભારવાડિયા (ઉંમર 28) અને ભાવેશભાઈ હીરાભાઈ જીલરિયા (ઉંમર 34) ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 7,85,000 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ડૉ. પંડ્યા શાળામાં નાના ભૂલકાઓ પરંપરાગત વેશમાં ઘૂમ્યા:પાટણમાં જગદંબાના નવલા નોરતાની ઉજવણી; ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓએ ગરબાની રંગત જમાવી
    Next Article
    દક્ષિણ ગુજરાતમાં વીજસંકટ!:સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી લોડશેડિંગથી ઉદ્યોગકારો લાલઘૂમ, ચેમ્બરે કહ્યું- '26 વર્ષમાં આવો એકતરફી નિર્ણય ક્યારેય નથી જોયો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment