Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુમાં એમોનિયા ગેસથી 7 મહિલાનાં મોત:65થી વધુની હાલત ગંભીર, 9 વેન્ટિલેટર પર; સીફૂડ ફેક્ટરીમાં લીક થયો ઝેરી ગેસ

    12 hours ago

    તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં રવિવારે એક સીફૂડ એક્સપોર્ટ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક ​​થયો હતો. પીટીઆઈના અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં 7 મહિલા કર્મચારીઓના મોત થયા હતા, જ્યારે 65થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી 9 વેન્ટિલેટર પર છે. ગેસ લીકની ઘટના સેન્ટ પીટર્સ પોલ સીફૂડ્સ એક્સપોર્ટ્સ યુનિટમાં બની હતી. ઘટનાની જાણ થતાં જ અરક્કોનમ સ્થિત NDRFની ચોથી બટાલિયનના મુખ્યાલયમાંથી 30 સભ્યોની NDRF ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, NDRF ટીમ ગેસ ડિટેક્શન ડિવાઇસ, રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ (CBRN) આપત્તિનો સામનો કરવા માટેના વિશેષ ઉપકરણો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. દુર્ઘટના પછીની તસવીરો… 9 દર્દીઓને ચેન્નઈ રેફર કરવામાં આવ્યા જિલ્લા કલેક્ટર એસ. કવિતાએ જણાવ્યું કે 46 દર્દીઓને વેલ્સ હોસ્પિટલ અને 21 દર્દીઓને વેંકટેશ્વરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી નવ ગંભીર દર્દીઓને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈની સરકારી સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. દુર્ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના કર્મચારીઓ 24થી 25 વર્ષની યુવાન મહિલાઓ છે. તેમણે કહ્યું કે દર્દીઓના પલ્સ અને બ્લડ પ્રેશર પર નજર રાખવામાં આવી રહી છે. જોકે ઘણા દર્દીઓનું બ્લડ પ્રેશર ઓછું છે, પરંતુ તેમની ઓછી ઉંમરને જોતા તેમના સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તીવ્ર ગંધવાળો ખતરનાક ગેસ છે એમોનિયા એમોનિયા (Ammonia - NH₃) એક રંગહીન પરંતુ ખૂબ જ તીવ્ર ગંધવાળો ગેસ છે. તેનો ઉદ્યોગો, કોલ્ડ સ્ટોરેજ, ખાતર (ફર્ટિલાઇઝર) કારખાનાઓ અને રેફ્રિજરેશન સિસ્ટમમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડે છે ઓછા પ્રમાણમાં ગેસ નીકળવા પર લોકોને આંખોમાં બળતરા, નાક અને ગળામાં ખંજવાળ કે બળતરા, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. વધુ પ્રમાણમાં ગેસ લીકેજને કારણે ફેફસાંને ગંભીર નુકસાન થાય છે. શ્વાસ રૂંધાઈ જવાની સ્થિતિ સર્જાય છે. ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે. વધુ સમય સુધી સંપર્કમાં રહેવાથી બેભાન અવસ્થા અને મૃત્યુ પણ થઈ શકે છે. શરીરના ભેજવાળા ભાગોમાં બળતરા પેદા કરે છે એમોનિયા પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. તેથી તે શરીરના ભેજવાળા ભાગો (આંખ, નાક, ગળું, ફેફસાં)ના સંપર્કમાં આવીને રાસાયણિક બળતરા પેદા કરે છે.
    Click here to Read More
    Previous Article
    કોમેડી ફિલ્મોમાં અક્ષયે રેકોર્ડ બનાવ્યો:સૌથી વધુ ₹100 કરોડ ક્લબમાં ફિલ્મો, જલ્દી 'વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળશે
    Next Article
    ઘોડદોડ રોડ પર ક્રોમા શો-રૂમમાં ફિલ્મી ઢબે ચોરી:પથ્થરથી કાચ તોડી તસ્કર સવા કલાકમાં 11.33 લાખના આઇફોન-લેપટોપ લઈ ફરાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment