Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોડદોડ રોડ પર ક્રોમા શો-રૂમમાં ફિલ્મી ઢબે ચોરી:પથ્થરથી કાચ તોડી તસ્કર સવા કલાકમાં 11.33 લાખના આઇફોન-લેપટોપ લઈ ફરાર

    10 hours ago

    શહેરના પોશ ગણાતા ઘોડદોડ રોડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. રામચોક નજીક આવેલા જાણીતા 'ક્રોમા' ઇલેક્ટ્રોનિક્સ શો-રૂમમાં શુક્રવારે વહેલી સવારે એક શાતિર તસ્કરે ફિલ્મી ઢબે ત્રાટકીને માત્ર સવા કલાકમાં જ 11.33 લાખથી વધુની કિંમતના આઇફોન, લેપટોપ અને અન્ય પ્રીમિયમ એસેસરીઝ પર હાથ સાફ કરી દીધો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વહેલી સવારે 6.30 વાગ્યે કેરટેકરે મોટો લોચો જોયો આ ચકચારી ઘટના અંગે ભેસ્તાનની સપ્ન સૃષ્ટિ રેજીડેન્સીમાં રહેતા અને શો-રૂમના સ્ટોર મેનેજર મૃત્યુંજય શિવપ્રતાપ સિંહે ઉમરા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. શુક્રવારે વહેલી સવારે આશરે 6.30 વાગ્યે મોલના કેરટેકર ધનરાજે સ્ટોર મેનેજરને ફોન કરીને જાણ કરી હતી કે શો-રૂમનો મુખ્ય કાચ તૂટેલો પડ્યો છે. મેનેજર સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા ત્યારે મુખ્ય કાચનો મોટો દરવાજો પથ્થર મારીને તોડી નાખવામાં આવ્યો હતો અને તેના ટુકડા જમીન પર વેરવિખેર હતા. પ્રવેશદ્વારની આસપાસ લોહીના કેટલાક ટીપાં પણ જોવા મળ્યાં હતાં, જેના પરથી અનુમાન છે કે કાચ તોડતી વખતે તસ્કર પોતે પણ ઈજાગ્રસ્ત થયો છે. પહેલાં હાથથી ટ્રાય કરી, પછી પથ્થર માર્યો માહિતી મળતાં જ ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. શો-રૂમના સીસીટીવી ફૂટેજ તપાસતા માલૂમ પડ્યું કે, વહેલી સવારે 3 વાગ્યાથી લઈને 4.15 વાગ્યા સુધી એક અજાણ્યો શખ્સ બહાર આંટાફેરા મારી રહ્યો હતો. આ શખ્સે શરૂઆતમાં પોતાના હાથથી દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ જતાં તે નજીકમાંથી એક મોટો પથ્થર ઉપાડી લાવ્યો અને તેના વડે જોરદાર ફટકો મારીને કાચના ભુક્કા બોલાવી દીધા હતા. અંદર ઘૂસ્યા બાદ, તસ્કરે સામાન ભરવા માટે શો-રૂમમાંથી જ કાળા કલરની 3 મોટી બેગ શોધી કાઢી હતી. ફૂટેજમાં તે ખૂબ જ ઝડપથી ડિસ્પ્લે કાઉન્ટર્સ અને રેકમાંથી સામાન બેગમાં ભરતો દેખાય છે. સવા કલાકમાં નીચેનો આખો ભાગ ફંફોસીને તે ત્રણેય બેગ સાથે બહાર નીકળ્યો અને પોતાની બાઇક પર બેસીને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. ચોરાયેલી વસ્તુઓની સત્તાવાર યાદી: ક્રોમા શો-રૂમના ઓડિટ રિપોર્ટ અનુસાર, તસ્કરે માત્ર મોંઘી અને બ્રાન્ડેડ પ્રોડક્ટ્સને જ નિશાન બનાવી હતી. કુલ 123 નંગ વસ્તુઓની ચોરી થઈ છે, જેની વિગત નીચે મુજબ છે: ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા આટલી મોટી રકમની હાઇટેક ચોરી થતાં સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવ્યા હતા. ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. ઘોડદોડ રોડ અને રામચોક વિસ્તાર તરફ આવતા-જતા તમામ રસ્તાઓ પર લાગેલા સરકારી અને ખાનગી સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્રિત કરીને બાઇક સવાર ચોરની કડી મેળવવા પોલીસ રાત-દિવસ એક કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં એમોનિયા ગેસથી 7 મહિલાનાં મોત:65થી વધુની હાલત ગંભીર, 9 વેન્ટિલેટર પર; સીફૂડ ફેક્ટરીમાં લીક થયો ઝેરી ગેસ
    Next Article
    NCC 8 ગુજરાત નેવલ યુનિટે યોગ દિવસ ઉજવ્યો:જામનગરમાં રોઝીપોર્ટ અને સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં કેડેટ્સે યોગ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment