Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના 7 ગામોમાં 'દીવા તળે અંધારું':63 વર્ષથી પાયાની સુવિધાઓ માટે ગ્રામજનોના ધરણા; આવાસ અને માલિકી હકની ઉગ્ર માગ

    3 days ago

    ગાંધીનગરના નિર્માણને દાયકાઓ વીતી ગયા હોવા છતાં શહેરની હદમાં ભેળવી દેવાયેલા સાત ગામોના પ્રશ્નો આજે પણ ઠેરના ઠેર જોવા મળી રહ્યા છે. ઈન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા, આદિવાડા, ફતેપુરા, પાલજ અને બાસણ ગામના હજારો પરિવારો છેલ્લા 63 વર્ષથી પાયાની સુવિધાઓ અને કાયદેસરના રહેઠાણ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આજે વધુ એક વખત અસરગ્રસ્ત ગ્રામજનોએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. સરકારમાં પોતાની પડતર માંગણીઓ અંગે ઉગ્ર રજૂઆત ગાંધીનગર આજે વિશ્વસ્તરે આધુનિક શહેર તરીકે ઓળખાય છે, પરંતુ આ જ શહેરના સાત જૂના ગામોની સ્થિતિ દીવા તળે અંધારું જેવી ભાસી રહી છે. ઈન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા, આદિવાડા, ફતેપુરા, પાલજ અને બાસણ જેવા ગામોના રહેવાસીઓ છેલ્લા છ દાયકાથી પણ વધુ સમયથી વહીવટી તંત્રની ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે. આજે આ સાત ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા સરકારમાં પોતાની પડતર માંગણીઓ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, જેમાં વહીવટી તંત્રની ઉદાસીનતા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વસ્તી વધારો અને પરિવારોના વિસ્તરણને કારણે રહેઠાણની ગંભીર સમસ્યા આ પ્રશ્નનો ઈતિહાસ ગાંધીનગર શહેરની સ્થાપના જેટલો જ જૂનો છે. જ્યારે આ ગામોનો સમાવેશ શહેરના વિસ્તારમાં કરવામાં આવ્યો ત્યારે ગ્રામજનોને આશા હતી કે તેમને આધુનિક સુવિધાઓ મળશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ રહી છે. વધતી જતી વસ્તી અને પરિવારોના વિસ્તરણને કારણે રહેઠાણની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. એક જ નાના મકાનમાં બે-ત્રણ પરિવારો સાથે રહેવા મજબૂર ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, દાયકાઓથી રહેઠાણની સમસ્યા અંગે કોઈ મક્કમ નીતિ ઘડવામાં આવી નથી. વધતી જતી વસ્તીને કારણે પરિવારો મોટા થયા છે, પરંતુ રહેવા માટે જગ્યા નથી. મજબૂરીવશ ગ્રામજનોએ ગામની આસપાસની જમીનો પર કાચા-પાકા મકાનો બાંધીને આશરો લીધો છે. હવે આ પરિવારોની માગ છે કે, સરકારે આ મકાનોનો ભોગવટો કાયદેસર કરી આપવો જોઈએ. અનેક કિસ્સાઓમાં એક જ નાના મકાનમાં બે-ત્રણ પરિવારો સાથે રહેવા મજબૂર છે, જેમના માટે સરકારે રાહતદરે પ્લોટ અથવા આવાસ યોજનાની ફાળવણી કરવી અનિવાર્ય બની ગઈ છે. સરકાર આંખ આડા કાન કરી રહી હોવાનો ગ્રામજનોમાં રોષ વધુમાં અસરગ્રસ્તોનું કહેવું છે કે, વર્ષો પહેલા જે ખેડૂતોની જમીનો શહેરના વિકાસ માટે સંપાદિત કરવામાં આવી હતી, તેમને રોજગારીના હેતુથી ગાંધીનગર શહેરમાં ભાડા પદ્ધતિથી 'ચિપ ટાઈપ'ની દુકાનો ફાળવવામાં આવી હતી. આ દુકાનોના માલિકી હક માટે ખેડૂતો લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમને કાયદેસરના માલિક બનાવવામાં આવ્યા નથી. માલિકી હક મળવાથી આ પરિવારો આર્થિક રીતે પગભર થઈ શકે તેમ છે. જેની તરફ સરકાર આંખ આડા કાન કરી રહી હોવાનો રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર લડતનું રણશિંગુ ફૂંકાશે ગાંધીનગર શહેરના સેક્ટરોમાં બગીચા, લાયબ્રેરી અને રમતગમતના મેદાનોની ભરમાર છે, જ્યારે આ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બાળમંદિર કે સામાજિક પ્રસંગો માટે લગ્નવાડી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ ઘોર અભાવ છે. ગ્રામજનોનું કહેવું છે કે, જો તેઓ શહેરનો હિસ્સો છે, તો તેમને શહેર જેવી સુવિધાઓ કેમ મળતી નથી. જો સરકાર આ પાયાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ નહીં લાવે તો આગામી સમયમાં ઉગ્ર લડતનું રણશિંગુ ફૂંકવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઈરાને પાકિસ્તાની જહાજને હોર્મુઝ પાર કરતાં રોક્યું:કહ્યું- તેમની પાસે પરમિશન નથી; અત્યાર સુધી ભારતના 5 જહાજોએ હોર્મુઝ રસ્તો પાર કર્યો
    Next Article
    ગેસ સિલન્ડરની અછત વચ્ચે શ્રમિકોની હિજરત રોકવા કવાયત:માઈગ્રન્ટ શ્રમિકોને રેશનકાર્ડ વગર ગેસ સિલન્ડર આપવા કલેકટર સમક્ષ ચેમ્બરની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment