Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ સિલન્ડરની અછત વચ્ચે શ્રમિકોની હિજરત રોકવા કવાયત:માઈગ્રન્ટ શ્રમિકોને રેશનકાર્ડ વગર ગેસ સિલન્ડર આપવા કલેકટર સમક્ષ ચેમ્બરની માગ

    2 days ago

    સુરતના ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીને એક મહત્વપૂર્ણ પત્ર પાઠવવામાં આવ્યો છે. આ રજૂઆતમાં શહેરમાં વસતા લાખો શ્રમિકોને ઘરગથ્થુ એલપીજી ગેસ મેળવવામાં પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ચેમ્બરે માંગ કરી છે કે મજૂરો માટે રેશનકાર્ડની અનિવાર્યતા દૂર કરી આધાર કાર્ડ આધારિત વ્યવસ્થા ગોઠવવામાં આવે. 60 થી 80 ટકા મજૂરો પાસે સ્થાનિક રેશનકાર્ડ નથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ, ડાયમંડ અને અન્ય ઉદ્યોગોમાં કામ કરતા કુલ મજૂરોમાંથી અંદાજે 60 થી 80 ટકા શ્રમિકો અન્ય રાજ્યો કે જિલ્લાઓમાંથી આવેલા છે. આ માઇગ્રન્ટ મજૂરો પાસે સુરતનું સ્થાનિક રેશનકાર્ડ ન હોવાથી તેઓને કાયદેસરનું ગેસ કનેક્શન મેળવવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. રિવર્સ માઇગ્રેશનનો વધતો ભય વર્તમાન સમયમાં ગેસ સિલિન્ડરની અછત અને મેળવવામાં પડતી અડચણોને કારણે શ્રમિક વર્ગમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જો મજૂરોને પાયાની સુવિધાઓ નહીં મળે, તો તેઓ પોતાના વતન તરફ પાછા ફરી શકે છે. આ 'રિવર્સ માઇગ્રેશન' સુરતના મુખ્ય ઉદ્યોગો માટે ગંભીર આર્થિક કટોકટી સર્જી શકે છે તેવી ભીતિ પણ ચેમ્બરે વ્યક્ત કરી છે. આધાર કાર્ડને ઓળખનો મુખ્ય આધાર બનાવવા માંગ ચેમ્બરે સૂચન કર્યું છે કે આધાર કાર્ડ એ આજે દેશભરમાં સર્વત્ર સ્વીકાર્ય ઓળખ પુરાવો છે. જો રેશનકાર્ડના સ્થાને માત્ર આધારકાર્ડના આધારે એલપીજી સિલિન્ડર ફાળવવાની છૂટ આપવામાં આવે, તો લાખો શ્રમિકોને મોટી રાહત મળી શકે છે. આ પ્રક્રિયાથી મજૂરોને સરળતાથી ગેસ સુવિધા ઉપલબ્ધ થશે અને કાળાબજાર પર પણ લગામ લાગશે. ઉદ્યોગોના અસ્તિત્વ માટે શ્રમિકોની સુવિધા જરૂરી સુરતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શ્રમિકો છે. ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે કલેકટરને જણાવ્યું છે કે જો શ્રમિકોને રાંધણ ગેસ જેવી પાયાની જરૂરિયાત પૂરી કરવામાં વહીવટી તંત્ર નિષ્ફળ જશે, તો તેની સીધી અસર ઉત્પાદન અને ઉદ્યોગોના વિકાસ પર પડશે. આથી, શ્રમિકોના હિતમાં નિયમોમાં લવચીકતા લાવવી અનિવાર્ય છે. વહીવટી તંત્ર પાસે તાત્કાલિક પગલાની અપેક્ષા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીને પાઠવેલા પત્રમાં ચેમ્બરે માંગ કરી છે કે આ મુદ્દે ગેસ એજન્સીઓ અને સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે. મજૂર વર્ગને પડતી હાલાકી દૂર કરવા માટે તંત્ર દ્વારા લેવાયેલા હકારાત્મક પગલાં શહેરના ઔદ્યોગિક સ્વાસ્થ્ય માટે મહત્વના સાબિત થશે. શ્રમિકોને પાયાની સુવિધા મળે તે પ્રથમ પ્રાથમિકતા અંતમાં, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે કે સુરત આવતા દરેક શ્રમિકને સન્માનજનક જીવન અને જરૂરી સુવિધાઓ મળે તે જોવાની જવાબદારી તંત્રની છે. આધાર કાર્ડ આધારિત ગેસ વિતરણ વ્યવસ્થા એ આ દિશામાં એક મોટું અને પ્રગતિશીલ કદમ સાબિત થઈ શકે છે, જેનાથી શહેરમાં કામ કરતા માઇગ્રન્ટ વર્ગનો વિશ્વાસ વધશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના 7 ગામોમાં 'દીવા તળે અંધારું':63 વર્ષથી પાયાની સુવિધાઓ માટે ગ્રામજનોના ધરણા; આવાસ અને માલિકી હકની ઉગ્ર માગ
    Next Article
    The ‘Gulf transit’ fear: Why Pune families are swapping US summer dreams for Australia, Vietnam

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment