Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓવરસ્પીડના 7 મેમો આવ્યા તો પણ હેરિયર ચાલક સુધર્યો નહીં:એક મેમો તો અકસ્માતના 6 દિવસ પહેલાનો, અમદાવાદમાં બેફામ સ્પીડે યુવતીનો જીવ લીધો અને 12ને લોહી લુહાણ કર્યા

    3 days ago

    અમદાવાદના બાપુનગરના ગરીબનગર પાસે ગત(22 જૂન) રાતના સમયે એક કાર ચાલકને ખેંચ આવતા અકસ્માત થયો હતો. જેમાં એક યુવતીનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે કારથી અક્સ્માત થયો તે કારના કુલ 9 મેમો છે, જેમાંથી 7 મેમો તો ઓવર સ્પીડના જ છે. ગઈકાલના અકસ્માતના 6 દિવસ અગાઉ જ કારને ઓવર સ્પીડનો એક મેમો મળી ચુક્યો છે. ખેંચ આવીને આતંક મચાવ્યો ઓઢવના રહેતા મયંક પટેલ તેમના પત્ની ડિમ્પલ અને દીકરા કર્મ સાથે બાપુનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ગરીબનગર ચાર રસ્તા પાસે જ અચાનક ખેંચ આવતા જ મયંકે કાબુ ગુમાવ્યો હતો અને કારની સ્પીડ વધી ગઈ હતી. જેના કારણે એક રીક્ષાને ટક્કર વાગી હતી, જે ડીવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ 3 ટુ વ્હિલરને પણ ટક્કર મારી હતી. આ દરમિયાન એક યુવતીને પણ ટક્કર વાગતા ગંભીર ઇજાને કારણે સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતમાં 12 લોકો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઓવરસ્પીડના 7 મેમો આવ્યા તો પણ હેરિયર ચાલક સુધર્યો નહીં બનાવ અંગે H ડિવિઝન ટ્રાફિક પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની તપાસ દરમિયાન અકસ્માત કરનાર હેરિયર કાર જેનો નંબર GJ 27 DM 1168 છે, તેના કુલ 9 જેટલા મેમો આવેલા છે. વર્ષ 2023થી આ મેમો આવેલા છે. 9 મેમોમાંથી 7 મેમો તો ઓવર સ્પીડના જ છે, જ્યારે 2 પાર્કિંગ બાબતેના છે. મેમો , તારીખ અને દંડની રકમ ઓવર સ્પીડ - 16 ઓગસ્ટ 2023 - 1000 ઓવર સ્પીડ - 24 ઓગસ્ટ 2023- 2000 ઓવર સ્પીડ - 23 જૂન 2024 -2000 ઓવર સ્પીડ - 3 સપ્ટેમ્બર 2024 - 2000 ઓવર સ્પીડ - 12 નવેમ્બર 2024 - 2000 પાર્કિંગ નિયમ તોડ્યો - 6 જાન્યુઆરી 2025- 500 પાર્કિંગ નિયમ તોડ્યો - 7 મે 2025 - 500 ઓવર સ્પીડ - 3 ઓગસ્ટ 2025 - 2000 ઓવર સ્પીડ - 16 જૂન 2026 - 1000 ઓવર સ્પીડમાં જ કાર ચલાવતો હોવાની આદતની શકયતા કારના આટલા મેમો હોવાથી કાર ચાલક ઓવર સ્પીડમાં જ કાર ચલાવતો હોવાની આદતની શકયતા છે, જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. કાર ચાલક અને તેનો પરિવાર પણ ઇજાગ્રસ્ત થતા તે પણ સારવાર હેઠળ છે. મેડિકલ રિપોર્ટ બાદ ખેંચનો ખુલાસો થશે કાર ચાલકનું નિવેદન તથા હકીકતમાં તેને ખેંચ આવી હતી કે કે અન્ય તકલીફ થઈ હતી તેનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જાણ થશે. જેથી તે મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. ઈજાગ્રસ્ત (1) ઇસ્લામુદ્દીન ઝકુરૂલ્લાખાન પઠાણ ઉ.વ.36 (2) સમસદ લતીફ અહેમદ અંસારી ઉ.વ.27 (3) ક્રુણાલભાઇ ભરતભાઇ સણગત ઉ.વ.27 (4) શબાનાઝ ફિરોજ શેખ ઉ.વ.16 (5) હુસેન ફિયાઝ પઠાણ ઉ.વ.30 (6) રોહિત પોપટભાઇ ચૌહાણ ઉ.વ.17 (7) અબીદાબાનુ ફૈયાઝખાન પઠાણ ઉ.વ.70 (8) બદુરૂદીન અંસારી ઉ.વ.55 (9) વિકાસ બ્રીજકિશોર દિવાકર ઉ.વ.21 (10) મયંક દિપકભાઇ પટેલ ઉ.વ.40 (હેરિયર ચાલક આરોપી) (11) ફિરોઝ મહેફુઝ શેખ ઉ.વ.50 (12) અસ્વીતાબેન મનોજભાઇ વાઘેલા ઉ.વ.13 મૃતક રેહનુમાબાનુ શુફીયાનખાન પઠાણ ઉ.વ.18
    Click here to Read More
    Previous Article
    મોદી જ્યાં ભણ્યા ત્યાંથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ:CMએ પ્રેરણા સંકુલની મુલાકાત લીધી, વડનગરની બી.એન.હાઈસ્કૂલમાં કહ્યું- ડ્રોપ આઉટ રેશિયો 37%થી ઘટીને 1%થી ઓછો થયો
    Next Article
    ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસની ઉજવણી:વઢવાણ ધારાસભ્ય જગદીશ મકવાણાએ પુષ્પાંજલિ અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment