Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી જ્યાં ભણ્યા ત્યાંથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ:CMએ પ્રેરણા સંકુલની મુલાકાત લીધી, વડનગરની બી.એન.હાઈસ્કૂલમાં કહ્યું- ડ્રોપ આઉટ રેશિયો 37%થી ઘટીને 1%થી ઓછો થયો

    3 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003થી શરૂ કરાવેલા શિક્ષણ સેવા યજ્ઞ 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ'ની 24મી કડીનો મંગળવારથી ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાંથી પોતાનું શાળા શિક્ષણ મેળવ્યું હતું, તે વતન વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રિદિવસીય રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. 25 જૂન ગુરૂવાર સુધી ચાલનારા આ મહોત્સવ અંતર્ગત રાજ્યભરની 38,400 શાળાઓમાં અંદાજે 28.58 લાખ બાળકોને પ્રવેશ અપાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતે આંગણવાડીના બે ભૂલકાંઓ સહિત બાલવાટિકાથી ધોરણ-11 સુધીના કુલ 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન મંત્રીમંડળના સભ્યો વિવિધ શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ શાળા વ્યવસ્થાપન સમિતિ વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતા સાથે બેસીને શાળાઓની શૈક્ષણિક સિદ્ધિઓ, ભૌતિક સુવિધાઓ અને અન્ય ઉપલબ્ધિઓની સમીક્ષા પણ કરી રહ્યા છે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં સહભાગી થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ સંકુલના પરિસરનું નિરીક્ષણ કરી ત્યાં કાર્યરત વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પાસાઓનું અવલોકન કર્યું હતું. CMએ સંકુલની શૈક્ષણિક કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં રસ દાખવી તેમની સાથે સંવાદ સાધ્યો હતો અને સંકુલની શૈક્ષણિક કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી. વિદ્યાલયને ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણે પુનઃવિકસિત કર્યું પ્રેરણા સંકુલ એ વડનગરની એ જ પ્રાથમિક શાળાના ભવનના જીર્ણોદ્ધારની એક પહેલ છે, જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1888માં સ્થાપિત આ ઐતિહાસિક વિદ્યાલયને ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાન તરીકે પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતામાં વિકાસ તેમજ પરિવર્તનની પ્રેરણાદાયી ભાવનાને મજબૂત કરવાનો છે. આ સંકુલ માત્ર એક શૈક્ષણિક ઇમારત નથી, પરંતુ વડાપ્રધાનના દ્રષ્ટિકોણ મુજબ ભારતભરના વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને મૂલ્યોનું સિંચન કરવાનું એક માધ્યમ છે. વિશિષ્ટ અભ્યાસક્રમ નવ દૈનિક જીવન મૂલ્યો પર આધારિત આ પ્રેરણા સંકુલમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનું શિક્ષણ આપવામાં આવે છે. અહીંનો વિશિષ્ટ અભ્યાસક્રમ મુખ્યત્વે નવ દૈનિક જીવન મૂલ્યો પર આધારિત છે. આ કાર્યક્રમ ભારતભરના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક તાંતણે જોડીને સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો નિયમોનુસાર 1 જૂનના રોજ 5 વર્ષથી વધુ અને 6 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને બાલવાટિકામાં તેમજ 6 વર્ષથી વધુ અને 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ધોરણ-8 પાસ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ-9માં અને ધોરણ-10 પાસ કરનારાઓને ધોરણ-11માં પ્રવેશ અપાયો છે. સામાન્ય પરિવારનો વ્યક્તિ પણ વડાપ્રધાન બની શકે છે બી.એન. હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણથી જ અનેક પરિસ્થિતિઓનો પોતે અનુભવ કર્યો છે અને હંમેશા છેવાડાના વ્યક્તિની ચિંતા કરી છે. જો તમારામાં ધગશ હોય, તો સામાન્ય પરિવારની વ્યક્તિ પણ વડાપ્રધાન સુધીની મંજિલ સર કરી શકે છે તે વડાપ્રધાને સાબિત કર્યું છે. વડાપ્રધાન બાળપણથી જ નીડર હતા. તેઓ જ્યારે અહીં ભણતા હતા ત્યારે દરેક બાળકના ટિફિનમાંથી થોડું-થોડું આપતા શીખવાડીને સૌને સાથે રાખવાની ભાવના કેળવતા હતા. આજે પણ તેઓ 'સૌનો સાથ સૌનો વિકાસ' ના મંત્ર સાથે વિશ્વમાં દેશનું નામ ઉજાગર કરી રહ્યા છે. ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટીને 1 ટકાથી ઓછો થયો મુખ્યમંત્રીએ શિક્ષણ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પહેલા જ્યારે 100 બાળકો શાળામાં દાખલ થતા ત્યારે ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા જેટલો ઊંચો હતો, જે આજે ઘટીને 1 ટકાથી પણ ઓછો થઈ ગયો છે. વડનગરની બી.એન. હાઈસ્કૂલમાં જ ડ્રોપઆઉટ થયેલા 24 વિદ્યાર્થીઓનું ફરીથી નામાંકન કરવામાં આવ્યું છે. આજે સ્થિતિ એવી છે કે જો વિદ્યાર્થી શાળાએ ન આવે તો શિક્ષક પોતે તેના ઘરે જઈને વાલીને સમજાવે છે. દીકરીઓ શિક્ષણમાં આગળ આવે તેવો પ્રયાસ રાજ્યમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે અને તેનો લાભ ગુજરાતના દરેક વ્યક્તિને મળે તેવો સરકારનો પ્રયાસ છે. દીકરીઓ શિક્ષણમાં વધુમાં વધુ આગળ આવે તે માટે સરકારે 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' જેવી બે મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. ‘બાળકો મમ્મીને તો ગાંઠતા નથી, પણ પપ્પાને થોડા ઘણા ગાંઠે છે’ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં બાળકો દ્વારા થતા ટીવી અને મોબાઈલના વધુ પડતા વપરાશ અંગે હળવી શૈલીમાં ટકોર કરી હતી. તેમણે બાળકોને આગ્રહ કર્યો હતો કે માતા-પિતા કહે એટલે તરત જ ટીવી અને મોબાઈલ બંધ કરી દેવા જોઈએ અથવા તેનો સમય નક્કી કરવો જોઈએ. તેમણે રમૂજ કરતા કહ્યું કે, બાળકો મમ્મીને તો ગાંઠતા નથી, પણ પપ્પાને થોડા ઘણા ગાંઠે છે. મુખ્યમંત્રીએ શાળામાં પ્રવેશ મેળવી રહેલા તમામ નવદીક્ષિત બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    CUET UG 2026 Result Live Updates: Over a million appeared for the exam
    Next Article
    ઓવરસ્પીડના 7 મેમો આવ્યા તો પણ હેરિયર ચાલક સુધર્યો નહીં:એક મેમો તો અકસ્માતના 6 દિવસ પહેલાનો, અમદાવાદમાં બેફામ સ્પીડે યુવતીનો જીવ લીધો અને 12ને લોહી લુહાણ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment