Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર સ્માર્ટ સિટીમાં કાગળ પરનું આયોજન ધોવાયું:વરસાદના પહેલા રાઉન્ડમાં જ પાલિકાના પ્રીમોન્સૂન આયોજનો કાગળની હોડીની જેમ ડૂબ્યા, 7 દિવસમાં 500થી વધુ ફરિયાદો

    1 day ago

    સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા પાટનગર ગાંધીનગરમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સીઝનના સામાન્ય વરસાદમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તા ધોવાઈ જવા અને ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. માત્ર છેલ્લા સાત દિવસમાં જ તંત્રને રસ્તા અને ડ્રેનેજ લાઇન ચોકઅપ થવા અંગેની 500થી વધુ ફરિયાદો મળતાં વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. વિકાસકાર્યોના નામે થયેલા બેફામ ખોદકામ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે પાટનગરવાસીઓ માટે ચોમાસાની શરૂઆત જ આફતભરી સાબિત થઈ રહી છે. પ્રથમ વરસાદ પડતાં જ ઠેરઠેર ખાડા અને ભુવાઓ પડી ગયા ગાંધીનગરમાં છેલ્લા ચારેક વર્ષથી દરેક ચોમાસું નાગરિકો માટે મુશ્કેલીઓ લઈને આવે છે.પરંતુ આ વર્ષે સ્થિતિ વધુ વણસી છે. શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત કરાયેલા ખોદકામ બાદ રસ્તાઓનું યોગ્ય લેવલિંગ કે પુરાણ કરવામાં આવ્યું ન હતું. પરિણામે પ્રથમ વરસાદ પડતાં જ ઠેરઠેર ખાડા અને ભુવાઓ પડી ગયા છે. જે વાહનચાલકો માટે જીવનું જોખમ બની રહ્યા છે. સરેરાશ 70થી વધુ ફરિયાદો માત્ર ડ્રેનેજ અને બિસ્માર રસ્તાઓની મનપા તંત્ર માટે અત્યારે સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સર્જાઈ છે. કારણ કે રોજની સરેરાશ 70થી વધુ ફરિયાદો માત્ર ડ્રેનેજ અને બિસ્માર રસ્તાઓ અંગે નોંધાઈ રહી છે.અગાઉ મ્યુનિસિપલ પદાધિકારીઓની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન કોન્ટ્રાક્ટર એજન્સીઓના આવા અનેક છબરડાં અને નબળી કામગીરી જાહેરમાં આવી ચૂકી છે. શું જવાબદાર સામે કોઈ દંડાત્મક પગલાં લેવાશે? તેમ છતાં અગમ્ય કારણોસર આવી એજન્સીઓ સામે કોઈ કડક દંડાત્મક પગલાં લેવાને બદલે મ્યુનિસિપલ તંત્ર માત્ર દમ મારીને શાંત થઈ જાય છે. મનપા તંત્રની આ ઢીલી નીતિ અને લાલિયાવાડીનો ભોગ દર વર્ષે સામાન્ય ટેક્સપેયર નાગરિકોને બનવું પડે છે. પાલિકાના પ્રીમોન્સૂન આયોજનો કાગળની હોડીની જેમ ડૂબ્યા બીજી તરફ સેક્ટરો અને સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ડ્રેનેજ લાઈનો ચોકઅપ થવાની સાથે ગંદુ પાણી બેક મારીને રસ્તાઓ પર વહી રહ્યું હોવાની પણ ફરિયાદો છે. આ ગંદા પાણીના ભરાવાને કારણે સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે. ભારે વરસાદ દરમિયાન ગાંધીનગરવાસીઓની દશા કેવી? ચોમાસાના હજુ પ્રારંભિક દિવસોમાં જ જો પાટનગરની આટલી કથળેલી સ્થિતિ હોય તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન ગાંધીનગરવાસીઓની દશા કેવી થશે તે વિચારીને જ નગરજનો ધ્રુજી ઉઠ્યા છે. નાગરિકો હવે માત્ર કાગળ પરના પ્રીમોન્સૂન પ્લાનિંગને બદલે ગ્રાઉન્ડ ઝીરો પર વહેલી તકે મજબૂત કામગીરી થાય તેવી માંગ કરી રહ્યા છે. મનપા તંત્ર માટે અત્યારે સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સર્જાઈ છે.કારણ કે રોજની સરેરાશ 70થી વધુ ફરિયાદો માત્ર ડ્રેનેજ અને બિસ્માર રસ્તાઓ અંગે નોંધાઈ રહી છે.અગાઉ મ્યુનિસિપલ પદાધિકારીઓની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન કોન્ટ્રાક્ટર એજન્સીઓના આવા અનેક છબરડાં અને નબળી કામગીરી જાહેરમાં આવી ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    ADGP ગગનદીપ ગંભીરે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું:ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનના પ્રસ્તાવિત સ્થળની સમીક્ષા કરી
    Next Article
    સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ગ્લુટ્રેપનું વેચાણ ઝડપાયું:રાજ સ્ટોર પર SOGના દરોડા, વેપારીની ધરપકડ, 19 નંગ જાળ અને 2850નો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment