Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ADGP ગગનદીપ ગંભીરે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું:ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનના પ્રસ્તાવિત સ્થળની સમીક્ષા કરી

    1 day ago

    દેશના અગ્રણી યાત્રાધામ અને પર્યટન કેન્દ્ર તરીકે ઓળખાતા સોમનાથમાં પ્રવાસીઓની સુરક્ષા અને પોલીસ સેવાઓને વધુ આધુનિક તથા નાગરિકલક્ષી બનાવવા રાજ્ય પોલીસ વિભાગે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત રાજ્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) ગગનદીપ ગંભીરે ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાત લઈને રાજ્ય સરકારની 'પોલીસ સ્ટેશન એડોપ્શન' યોજના હેઠળ દત્તક લેવાયેલા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સોમનાથ ખાતે પ્રસ્તાવિત ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન માટે નિર્ધારિત સ્થળની પણ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. યાત્રાધામની સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ ADGPને સોમનાથમાં દરરોજ હજારોની સંખ્યામાં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે કરવામાં આવતી સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ADGPએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની કામગીરીનું મૂલ્યાંકન કરીને પોલીસ સેવાઓને વધુ ઝડપી, પારદર્શક અને જનકેન્દ્રિત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આધુનિક સુવિધાઓથી સજ્જ થશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રાજ્ય સરકાર પ્રથમ તબક્કામાં ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જિલ્લામાં વિશેષ ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો શરૂ કરવાની યોજના અમલમાં મૂકી રહી છે. આ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે વિશેષ યુનિફોર્મ, આધુનિક ડિજિટલ સુવિધાઓ, હાઈટેક હેલ્પ ડેસ્ક, કિયોસ્ક, કેન્દ્રીય ટુરિસ્ટ પોલીસ એપ તેમજ બહુભાષી સ્ટાફ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને સુરક્ષિત, સરળ અને મિત્રસભર પોલીસ સેવા પૂરી પાડવાનો છે. 'પોલીસ સ્ટેશન એડોપ્શન' યોજના હેઠળ આધુનિકીકરણને વેગ રાજ્યમાં અમલમાં રહેલી 'પોલીસ સ્ટેશન એડોપ્શન' યોજના હેઠળ ડીજીપીથી લઈને 160થી વધુ આઈપીએસ અધિકારીઓએ અંદાજે 700 જેટલા પોલીસ સ્ટેશનો દત્તક લીધા છે. આ યોજના હેઠળ ઉચ્ચ અધિકારીઓ નિયમિત રીતે પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરે છે, પાયાની સુવિધાઓમાં વધારો કરે છે, ફરિયાદોના ઝડપી નિકાલ પર ભાર મૂકે છે તેમજ પોલીસ સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા માટે માર્ગદર્શન આપે છે. ગુજરાતના પ્રવાસનને મળશે આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા વ્યવસ્થા સોમનાથ જેવા વિશ્વવિખ્યાત યાત્રાધામમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન શરૂ થતાં પ્રવાસીઓની સુરક્ષા વધુ મજબૂત બનશે. સાથે જ છેતરપિંડી, ગુનાખોરી અને અન્ય કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો પર ઝડપી નિયંત્રણ લાવવામાં પણ મદદ મળશે. આ પહેલ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય ધોરણની સુરક્ષા વ્યવસ્થા સાથે નવી ઓળખ અપાવશે. ADGP ગગનદીપ ગંભીરની આ મુલાકાતને ગીર-સોમનાથ જિલ્લામાં પોલીસ આધુનિકીકરણ અને પ્રવાસી સુરક્ષા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Spain vs Belgium, FIFA World Cup 2026 Quarterfinal Live Updates: Spain eye Belgium scalp
    Next Article
    ગાંધીનગર સ્માર્ટ સિટીમાં કાગળ પરનું આયોજન ધોવાયું:વરસાદના પહેલા રાઉન્ડમાં જ પાલિકાના પ્રીમોન્સૂન આયોજનો કાગળની હોડીની જેમ ડૂબ્યા, 7 દિવસમાં 500થી વધુ ફરિયાદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment