Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ગ્લુટ્રેપનું વેચાણ ઝડપાયું:રાજ સ્ટોર પર SOGના દરોડા, વેપારીની ધરપકડ, 19 નંગ જાળ અને 2850નો મુદ્દામાલ જપ્ત

    12 घंटे पहले

    સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ)ના વેચાણ સામે SOGએ કાર્યવાહી કરી છે. શહેરમાંથી એક વેપારીને ઝડપી પાડી તેની દુકાનમાંથી મોટી સંખ્યામાં ગ્લુ ટ્રેપ જપ્ત કરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગરના જવાહર ચોક ખાતે આવેલી 'રાજ સ્ટોર' નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દુકાનના સંચાલક મુર્તુઝા અબ્દુલહુસેન ધીંકુવાળા (ઉ.વ. 46, રહે. સૈફી મહોલ્લા, ટાંકી ચોક, સુરેન્દ્રનગર)ને ઝડપી પાડ્યો હતો. તેની દુકાનમાંથી પ્રતિબંધિત ગ્લુ ટ્રેપની કુલ 19 નંગ જાળ, જેની કિંમત રૂ. 2,850 થાય છે, તે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપી સામે બી.એન.એસ.એસ. કલમ 223 મુજબ જાહેરનામાના ભંગનો ગુનો સુરેન્દ્રનગર સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આવનારી રથયાત્રાને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી તે અભિયાનનો એક ભાગ છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર સ્માર્ટ સિટીમાં કાગળ પરનું આયોજન ધોવાયું:વરસાદના પહેલા રાઉન્ડમાં જ પાલિકાના પ્રીમોન્સૂન આયોજનો કાગળની હોડીની જેમ ડૂબ્યા, 7 દિવસમાં 500થી વધુ ફરિયાદો
    Next Article
    Hema Malini: ‘Dharmendra looked so strong, yet he had such a soft heart’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment