Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:દારૂના કેસમાં સજા 7 વર્ષની, પણ 50%થી વધુ જામીન, લોક અદાલતમાં દંડ ભરી છૂટી જાય છે

    2 days ago

    10 વર્ષમાં ગુજરાત પોલીસે દારૂના 15 લાખથી વધુ કેસ કર્યા છે, જેમાં 1500 કરોડનો વિદેશી, 50 કરોડનો દેશી દારૂ જપ્ત કરી 18થી 20 લાખ લોકોની ધરપકડ કરી છે. જોકે સરકારી વકીલોના જણાવ્યા અનુસાર આવા કેસોમાંથી 50 ટકા કરતાં વધુ કેસોમાં સજા થાય છે, પરંતુ મોટા ભાગના કેસમાં સજા 7 વર્ષથી ઓછી હોવાથી આરોપી જામીન પર છૂટી જાય છે. જ્યારે દારૂ પીતા પકડાયેલા મોટા ભાગના લોકો લોક અદાલતમાં દંડ ભરીને છૂટી જાય છે. પોલીસે 10 વર્ષમાં કરેલા દારૂના કેસની આંકડાકીય માહિતી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો, સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો, વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પરથી મેળવાઈ છે. પોલીસે વીડિયોગ્રાફી કરી હોવાથી 2ને 3 વર્ષની સજા થઈ કેસ 1: સુરત-નવસારી હાઇવે પરથી પોલીસે દારૂ ભરેલું કન્ટેનર પકડી પાડીને ડ્રાઈવર-ક્લીનરની ધરપકડ કરી હતી. આ કેસમાં તપાસ અધિકારીએ વીડિયોગ્રાફી સાથે પંચનામું કર્યંુ હતું. જોકે આ કેસમાં પણ પંચ કોર્ટમાં ફરી ગયા હતા, પરંતુ વીડિયો પુરાવા અને એફએસએલના રિપોર્ટના આધારે કોર્ટે ડ્રાઇવર, કલીનરને 3 વર્ષની કેદ અને દંડની સજા ફટકારી હતી. લોકેશનના આધારે બુટલેગરનો સંપર્ક સાબિત થતાં સજા કેસ 2: સાણંદ પાસે દારૂ ભરેલી કાર સાથે ડ્રાઇવરને પકડ્યો હતો, જેમાં બુટલેગર પકડાયો ન હતો. પોલીસ આ કેસમાં ડ્રાઇવરના કોલ સીડીઆર, દારૂ ખરીદવા માટે થયેલા ઓનલાઇન પેમેન્ટ તેમ જ કારના જીપીએસ લોકેશન સહિતના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા, જેના આધારે કોર્ટમાં એ વાત સાબિત થઈ કે જે ગાડીમાંથી દારૂ પકડાયો હતો. તે ગાડીના ડ્રાઇવર સાથે મુખ્ય બુટલેગર સતત સંપર્કમાં હતો. બુટલેગરને જ દારૂના પૈસા ચૂકવ્યા હતા, જેના આધારે બુટલેગરને 5 વર્ષની સજા થઈ હતી. બ્લડમાં આલ્કોહોલ મળી આવતાં બે લોકોને સજા થઈ કેસ 3: વડોદરાના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ પકડાઈ હતી. પોલીસે સ્થળ પર જ મેડિકલ ઓફિસરની હાજરીમાં આરોપીઓના બ્લડ સેમ્પલ લીધાં હતાં. રિપોર્ટમાં બ્લડમાં આલ્કોહોલ હોવાનું મળી આવ્યું હતું, જેથી પાર્ટીના આયોજક અને દારૂ સપ્લાય કરનારને એકથી બે વર્ષની સજા થઈ હતી. બુટલેગરો મોટે ભાગે આ કારણોથી છટકી જાય છે - પંચ-સાક્ષી હોસ્ટાઈલ થઈ જાય છે: દારૂના કેસમાં મોટા ભાગે પોલીસ એકની એક જ વ્યક્તિને વારંવાર પંચ કે સાક્ષી બનાવે છે. આવા પંચ કે સાક્ષી બુટલેગરના ડર કે પ્રભાવમાં આવીને કોર્ટમાં પોતાની જુબાનીથી ફરી જાય છે. કોર્ટમાં બચાવ પક્ષના વકીલો ક્રોસ-એક્ઝામિનેશનમાં આ વાત સરળતાથી સાબિત કરી દે છે. - નાણાકીય પુરાવાની કડી ન મળવી પોલીસ દારૂ સાથે ડ્રાઇવર-ક્લીનરને પકડે છે, પણ દારૂ મોકલનાર, મગાવનાર કે ફાઇનાન્સર પકડાતા નથી, જેથી કેસ સાબિત કરવા પોલીસ CDR, બેંક સ્ટેટમેન્ટ, લોકેશન જેવા ડિજિટલ પુરાવા ચાર્જશીટમાં જોડવામાં નિષ્ફળ રહે છે.
    Click here to Read More
    Previous Article
    અસલી કે નકલી?:થલતેજના મેડિકલ સ્ટોર પરથી BPની 2 સ્ટ્રિપ ખરીદી, એકની ટેબ્લેટ મોટી, બીજાની નાની!
    Next Article
    રોજ 150-200 અરજદારને ધક્કા:RTOમાં દસ્તાવેજો ઓનલાઇન ચઢે એ પહેલાં ઊધઈ ચઢી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment