Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોજ 150-200 અરજદારને ધક્કા:RTOમાં દસ્તાવેજો ઓનલાઇન ચઢે એ પહેલાં ઊધઈ ચઢી ગઈ

    2 days ago

    વર્ષ 2010 પહેલાંનાં જૂનાં ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યુ કરાવવા બેકલોગ (ડેટા ઓનલાઇન કરવાની પ્રક્રિયા) કરવું ફરજિયાત છે. બેકલોગ કર્યા વગર જૂનાં ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ થઈ શકતાં નથી. અમદાવાદ આરટીઓમાં આ પ્રકારની 150થી 200 અરજીઓ દરરોજ આવતી હોય છે, પરંતુ બેકલોગની કામગીરી 15 દિવસથી બંધ હોવાને લીધે લોકોનાં જૂનાં લાઇસન્સ રિન્યુ થઈ શકતાં નથી. અમદાવાદ આરટીઓના અધિકારીના જણાવ્યા મુજબ, વાહન વ્યવહાર કમિશનરની કચેરી તરફથી બેકલોગની પ્રક્રિયા અચાનક જ બંધ કરી દેવાઈ છે. અમદાવાદ આરટીઓ લેવલથી કોઈ મુશ્કેલી નથી. આવનારા દિવસોમાં જૂની સિસ્ટમ કાર્યરત કરાયા બાદ ફરી લાઇસન્સ બેકલોગની કામગીરી શરૂ થઈ શકશે. ભાસ્કર ઇનસાઇડ - જે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો તેણે અધવચ્ચે કામ છોડ્યું 1998માં વાહનો અને લાઇસન્સની વિગતો ચોપડામાંથી ઓનલાઇન કરવા માટે ‘એશિયા ફર્સ્ટ’ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે આ કંપનીએ કામ પૂર્ણ કર્યા વગર જ ઓનલાઇન કામગીરી બંધ કરી દીધી હતી. પરિણામે મોટા ભાગના દસ્તાવેજો ક્યારેય ઓનલાઇન થઈ શક્યા જ નહિ. વસ્ત્રાલ સહિતની આરટીઓ કચેરીઓમાં લોકોના દસ્તાવેજોની યોગ્ય જાળવણી ન થતાં જૂના રેકોર્ડને ઊધઈ લાગી ગઈ છે. જૂની સિસ્ટમ પ્રમાણે લાઇસન્સના બેકલોગનું કામ ફરી શરૂ કરવામાં આવે તેવો પત્ર વાહન વ્યવહાર વિભાગે કેન્દ્ર સરકારને લખ્યો છે. સાંસદ પુરુષોત્તમ રૂપાલાના PAનું લાઇસન્સ પણ સિસ્ટમ બંધ હોવાને કારણે રિન્યુ થઈ શક્યું નથી. તેમણે આરટીઓમાં ફરિયાદ પણ કરી છે. વર્ષ 2019માં અમદાવાદ આરટીઓ કચેરીને ભાડાના બિલ્ડિંગમાં શિફ્ટ કરી ત્યારે જૂના દસ્તાવેજો વસ્ત્રાલમાં ટ્રાન્સફર કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:દારૂના કેસમાં સજા 7 વર્ષની, પણ 50%થી વધુ જામીન, લોક અદાલતમાં દંડ ભરી છૂટી જાય છે
    Next Article
    ખોદકામ બાદ કામગીરી અટકાવી દેવાતા 5 હજારથી વધારે રહીશોને હેરાનગતિ:ખાનપુરમાં ત્રણ જગ્યાએ પાણી-ગટર લાઈન રોડ બનાવવાની કામગીરી 14 મહિનાથી ટલ્લે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment