Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોદકામ બાદ કામગીરી અટકાવી દેવાતા 5 હજારથી વધારે રહીશોને હેરાનગતિ:ખાનપુરમાં ત્રણ જગ્યાએ પાણી-ગટર લાઈન રોડ બનાવવાની કામગીરી 14 મહિનાથી ટલ્લે

    2 days ago

    શહેરના ખાનપુર વિસ્તારમાં પાણી-ગટર લાઈન નાંખવા અને આરસીસી રોડ બનાવાની કામગીરી માટે મ્યુનિ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ખોદકામ બાદ કોઈ કારણોસર કામગીરી અટકી ગઈ. તેને 14 મહિના જેટલો સમય વીતી ગયો છતાં હજુ સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે વિસ્તારના 5 હજારથી વધારે રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઉબડ ખાબડ રોડ અને તુટેલા પથ્થરોના કારણે અવરજવર કરવામાં લોકોને તકલીફ પડી રહી છે. આ મામલે તાકિદે સમારકામ કરવા લોકો માંગણી કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક મોહન ઠાકોરે જણાવ્યું હતું કે, બ્રાહ્મણવાસ, ઠાકોરવાસ અને ભરડિયાવાસ ખાતે પાણી-ગટર લાઈન અને આરસીસી રોડ બનાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ખોદકામ કર્યા બાદ કોઈ ટેકનિકલ ખામી જોવા મળી હતી. જેના કારણે ખોદકામ બાદ કોઈ કામગીરી કરી જ નહીં. અધુરી કામગીરી કરીને તેઓ જતાં રહ્યા છે. આ અંગે તપાસ કરતા ગટર લાઈન માટે ખોદકામ કરતા તેની નીચે પાણીની લાઈન આવતી હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે કામગીરી અટકાવી દેવાઈ હતી. ત્યારથી ખોદકામ કરેલી જગ્યાએ પુરાણ પણ કરાયુ નથી. ઘણી જગ્યાએ પથ્થરો ઉખડેલા હોવાના લીધે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. ત્યારે 14 મહિનાથી અટકી પડેલી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તે માટે મ્યુનિ.કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રોજ 150-200 અરજદારને ધક્કા:RTOમાં દસ્તાવેજો ઓનલાઇન ચઢે એ પહેલાં ઊધઈ ચઢી ગઈ
    Next Article
    India vs SL 2nd Test Day 4 Weather Update: Rain Threat For Gill And Co?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment