Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસલી કે નકલી?:થલતેજના મેડિકલ સ્ટોર પરથી BPની 2 સ્ટ્રિપ ખરીદી, એકની ટેબ્લેટ મોટી, બીજાની નાની!

    2 days ago

    તાજેતરમાં રાજ્યનાં વિવિધ શહેરોમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને હૃદયરોગ, બ્લડપ્રેશરની સારવાર માટે સંભવિત નકલી દવાઓ ઝડપી હતી ત્યારે શહેરના એક મેડિકલ સ્ટોર પરથી ખરીદાયેલી ‘નેબીકાર્ડ-5’ દવાની 10-10 ટેબ્લેટની બે સ્ટ્રીપમાં ટેબ્લેટની સાઇઝમાં 40થી 50 ટકાનો મોટો તફાવત જોવા મળ્યો છે, જેથી દવાની એક્સપાયરી-બેચ સહિત પેકિંગ અંગે પણ સવાલ ઊભા થતાં પરિવારજનોએ ટોરેન્ટ ફાર્માને મેઇલ કરી સ્પષ્ટતા માગી છે. થલતેજમાં રહેતાં મિતેશ શાહના જણાવ્યાં મુજબ, મારા પરિજન છેલ્લાં છ મહિનાથી નેબીકાર્ડ-5 નામની કાર્ડિયોલોજીની દવા લઈ રહ્યા છે, પણ તાજેતરમાં એક જ મેડિકલ સ્ટોર્સ પરથી નેબીકાર્ડ-5 ટેબ્લેટની 10-10 ટેબ્લેટની બે સ્ટ્રીપ ખરીદી હતી. બંને સ્ટ્રીપ એક જ કંપની, એક જ બ્રાન્ડ અને એક જ સ્ટ્રેન્થની છે, છતાં ટેબ્લેટની સાઇઝમાં 40થી 50 ટકા જેટલો મોટો તફાવત છે. એક સ્ટ્રીપ પર ટોરેન્ટનો લોગો પણ જોવા મળતો નથી. તેથી બંનેમાંથી અસલી ટેબ્લેટ કઈ અને નકલી કઈ તે અંગે શંકા ઊભી થઈ છે. કંપનીના આર એન્ડ ડી વિભાગના ડોક્ટરે ફોન પર એક્સિપિયન્ટ્સમાં ફેરફારને કારણે ટેબ્લેટ નાની થઈ હોવાનું જણાવ્યું હતું. એક્સિપિયન્ટ શું છે? દવામાં રહેલા મુખ્ય ઔષધીય ઘટક સિવાય ટેબ્લેટને આકાર, કદ, સ્થિરતા, સ્વાદ અને અન્ય ગુણધર્મો આપવા માટે વપરાતા ઘટકોને ‘એક્સિપિયન્ટ્સ’ કહેવાય છે. તેમાં ફેરફારથી ટેબ્લેટનું કદ અથવા દેખાવ બદલાઈ શકે છે. બીપીની દવામાં ગડબડનો સવાલ ગંભીર કેમ? હાઇબ્લડપ્રેશરના દર્દીઓ મોટેભાગે લાંબા સમય સુધી નિયમિત દવા લે છે. દવાની ગુણવત્તા, યોગ્ય ડોઝ અથવા અસલિયત અંગે સમસ્યા હોય તો બ્લડપ્રેશરનું નિયંત્રણ અસરગ્રસ્ત થઈ શકે છે. શંકાસ્પદ દવા મળે ત્યારે દર્દીએ દવા બંધ કરવાને બદલે ડોક્ટર અથવા ફાર્માસિસ્ટની સલાહ લેવી.
    Click here to Read More
    Previous Article
    હાઈગ્રેડ ફીવર અને હિમોગ્લોબિન ઘટીને 4 થઈ ગયું:કોંગો ફીવરનાં શંકાસ્પદ લક્ષણો દેખાતા સેમ્પલ પુણે મોકલાયા
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:દારૂના કેસમાં સજા 7 વર્ષની, પણ 50%થી વધુ જામીન, લોક અદાલતમાં દંડ ભરી છૂટી જાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment