Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી વેપારી ત્રસ્ત:લાખોનું વ્યાજ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરતાં 7 વ્યાજખોરો સામે આજીડેમ પોલીસમાં ગુનો દાખલ

    8 hours ago

    રાજકોટ શહેરના કોઠારિયા વિસ્તારમાં શુભમ એન્ટરપ્રાઇઝ નામે હાર્ડવેરનો વ્યવસાય કરતા વિરેન્દ્રભાઈ ચૌહાણે ધંધાકીય જરૂરિયાત માટે અલગ-અલગ શખ્સો પાસેથી ₹2.80 લાખથી ₹12 લાખ સુધીની રકમ વ્યાજે લીધી હતી. લાખો રૂપિયાનું તોતિંગ વ્યાજ નિયમિત ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી અને ધમકીઓ ચાલુ રાખવામાં આવતાં વેપારીએ આખરે આજીડેમ પોલીસ સ્ટેશનમાં 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે મુસ્તકીમ અંસારી, દિનેશભાઈ પટેલ, મુકેશભાઈ ગઢવી, અમૃતભાઈ ઉર્ફે અમીતભાઈ શાહ, પ્રમોદભાઈ ચૌહાણ, નાગરાજભાઈ ધાધલ અને શક્તિભાઈ જાડેજા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ધંધાના વિસ્તરણ માટે લીધેલા ₹2.80 લાખ ચૂકવવા વ્યાજની વિષચક્રમાં ફસાયા ફરિયાદી વેપારી વિરેન્દ્રભાઈ ચૌહાણે પોલીસ સમક્ષ જણાવેલી વિગતો અનુસાર, દોઢ વર્ષ અગાઉ પોતાના કારખાનામાં નવું CNC મશીન વસાવવા માટે તેઓ મિત્ર રાજેન્દ્ર ચૌહાણ મારફતે પંચરની દુકાન ચલાવતા મુસ્તકિમ અંસારી પાસે ગયા હતા. મુસ્તકિમે તેમને 4 ટકા માસિક વ્યાજે ₹2.80 લાખ આપ્યા હતા. આ નાણાં અને તેનું વ્યાજ ભરપાઈ કરવા માટે તેમણે અન્ય 6 વ્યક્તિઓ પાસેથી વારાફરતી વ્યાજે નાણાં લેવા પડ્યા હતા. સમય જતાં લાખો રૂપિયાનું વ્યાજ ચૂકવી દેવા છતાં તમામ આરોપીઓ દ્વારા સતત વધુ વ્યાજની ઉઘરાણી કરીને માનસિક દબાણ કરવામાં આવી રહ્યું હતું. 4 થી 6 ટકા વ્યાજ, કોરા ચેક પડાવ્યા અને ધાકધમકી ફરિયાદીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, આરોપીઓ દ્વારા 4 થી 6 ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું હતું અને સુરક્ષા પેટે સહી કરેલા કોરા ચેક તેમજ મિલકતના અસલ દસ્તાવેજો ગેરકાયદેસર રીતે પડાવી લેવામાં આવ્યા હતા. વ્યાજના હપ્તા ભરવામાં સહેજ પણ મોડું થાય તો આરોપીઓ ફોન પર અને રૂબરૂ આવીને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આ સમગ્ર મામલે આજીડેમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 352, 351(4) તેમજ ગુજરાત મની લેન્ડર્સ એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Copper Prices Hit All-Time High As Tariff Turmoil Roils Market
    Next Article
    “हम सामने ही थे…” फिर अचानक बिल्डिंग गिरी | बच्चों ने सुनाया पूरा खौफनाक किस्सा | Delhi Pg Collapse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment