Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ડ્રગ્સ કેસમાં મોટો ચૂકાદો:59 લાખના MD ડ્રગ્સ મામલે 3 પેડલરોને 20-20 વર્ષની સખત કેદ, કોર્ટે કહ્યું- નશો માત્ર વ્યક્તિને નહીં, દેશના વિકાસને બરબાદ કરે છે’

    5 days ago

    છ વર્ષ અગાઉ કપલેથા રોડ પરથી કારમાંથી મળી આવેલા રૂપિયા 59 લાખના મેફેડ્રોન (MD) ડ્રગ્સના હાઈપ્રોફાઈલ કેસમાં સુરત કોર્ટે ગુરૂવારે એક ઐતિહાસિક અને કડક ચૂકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી 20-20 વર્ષની સખત જેલની સજાનો હુકમ કર્યો છે. જ્યારે અન્ય સાત આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. શું હતો સમગ્ર મામલો? કેસની વિગત મુજબ, 25 ઓક્ટોબર 2018ના રોજ પોલીસને બાતમી મળી હતી કે કપલેથા રોડ પરથી લાલ કલરની કારમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. પોલીસે વોચ ગોઠવીને રિઝવાન સ્માર્ટી, તોહિદ શેખ અને ઇમરોજ શેખને આંતર્યા હતા. કારની તલાશી લેતા તેમાંથી અંદાજે ₹59 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ત્રણેય આરોપીઓ ડ્રગ્સની ડિલિવરી કરવા જઈ રહ્યા હતા, ત્યારે જ પોલીસે તેમને ઝડપી જેલ હવાલે કર્યા હતા. પોલીસની ઘનિષ્ઠ તપાસ દરમિયાન અન્ય 7 પેડલરોના નામ પણ ખુલ્યા હતા, જેથી પોલીસે કુલ 10 આરોપીઓ સામે ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે કયા 3 આરોપીઓને સજા ફટકારી? લાંબી કાનૂની પ્રક્રિયા અને દલીલો બાદ કોર્ટે પુરાવાઓને ગ્રાહ્ય રાખી મુખ્ય ત્રણ આરોપીઓ અઝહરુદ્દીન શેખ, રિઝવાન અને તોહિદને ગુનેગાર ઠેરવ્યા હતા અને તમામને 20-20 વર્ષની જેલની સજા સંભળાવી છે. 'નશો આખા પરિવાર અને દેશના વિકાસને રોકે છે': કોર્ટ ચૂકાદો આપતી વખતે કોર્ટે માદક પદાર્થોના દૂષણ પર ચિંતા વ્યક્ત કરતા અત્યંત ગંભીર નોંધ લખાવી હતી કે,"માદક પદાર્થના નશાના કારણે દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, જેની સીધી અસર દેશની આવનારી પેઢી અને દેશના વિકાસ પર પડે છે. ડ્રગ્સની આદત માત્ર એક વ્યક્તિ પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ તે તેના સમગ્ર કુટુંબને નષ્ટ કરી નાખે છે. પરિવારની એક વ્યક્તિ જો નશાના રવાડે ચઢે તો આખું કુટુંબ આર્થિક અને સામાજિક રીતે પાયમાલ થઈ જાય છે અને ગંભીર મુશ્કેલીઓમાં મુકાઈ જાય છે."
    Click here to Read More
    Previous Article
    ગરુડેશ્વરમાં 7 અધિકારીઓના બંગલા તોડવાની કામગીરી પૂર્ણ:હાઈકોર્ટમાંથી સ્ટે પરત ખેંચાતા વધુ બે બંગલા જમીનદોસ્ત કરાયા
    Next Article
    Michael Rubin Says Taylor Swift Wedding Was Discussed During White Party Planning

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment