Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજીમાં ભાદરવી મહમેળો સંપન્ન:હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ સાથે ધજા ચડાવી, 7 દિવસમાં 43 લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યા; છેલ્લા દિવસે માતાજીને 5 લાખથી વધુનું સોનું અર્પણ

    22 hours ago

    આજે ભાદરવી પૂનમના દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી મહામેળો-2026 પૂર્ણ થયો છે.7 દિવસમાં 43 લાખથી વધુ માઈભક્તોએ જગતજનની અંબાના દર્શન કરી તેમના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ સાથે ધજા ચડાવી હતી. આજે મેળાના સાતમા દિવસે 5 લાખથી વધુની કિંમતનું 36.500 ગ્રામ સોનું માતાજીને અર્પણ કરાયું છે. સવારથી જ અંબાજીના નિજ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે અને મંદિરથી લઈને સમગ્ર અંબાજીમાં ચારે તરફ ભક્તિમય માહોલ છવાયો છે. પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. માથે ગરબો લઈ ભક્તો ઝૂમ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાથમાં ધજા લઈ અંબાજી પહોંચ્યા હતા. તેમજ પોલીસ વિભાગે ધજા ચડાવી હતી. 7 દિવસમાં 43 લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યા ભાદરવી મહામેળાના સાતમા દિવસે કુલ 4,81,922 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. જ્યારે 7 દિવસમાં દર્શન કરનારા ભક્તોની કુલ સંખ્યા 43,05,391 થઈ છે, જે ગત વર્ષ કરતાં વધુ નોંધાઈ છે. મંદિર ટ્રસ્ટે 40 લાખથી વધુ ભક્તો દર્શન કરશે એવી ધારણા બાંધી હતી. ભક્તોની ભારે આવકને પગલે અંબાજી મંદિર અને આસપાસના વિસ્તારોમાં સતત જય અંબેના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભંડાર કાઉન્ટરની આવક 2 કરોડ 16 લાખ ભાદરવી મેળાના સાતમા દિવસે ભંડાર કાઉન્ટર પરથી રૂ.33,34,104ની આવક નોંધાઈ હતી. જ્યારે 7 દિવસની કુલ આવક રૂ.2,16,44,61 થઈ છે. આ આંકડા મેળા દરમિયાન ભક્તોની મોટી સંખ્યામાં હાજરી અને પ્રસાદ વ્યવસ્થાનો વ્યાપ દર્શાવે છે. મહામેળાના સાતમા દિવસે ભક્તોને વિતરણ કરવામાં આવેલા મોહનથાળ પ્રસાદના કુલ 3,40,680 પેકેટનું વિતરણ થયું હતું. 7 દિવસમાં મોહનથાળ પ્રસાદના 32 લાખથી વધુ પેકેટનું વિતરણ થયું છે, આ ઉપરાંત સાત દિવમાં 4528 ભક્તો-સંઘોએ ધજા ચડાવી છે અને 4,93,889 ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે. અંબાજી મેળાની તસવીરો
    Click here to Read More
    Previous Article
    કતારગામ, રાંદેર-અડાજણના વાહનચાલકોને 5 કિમીના ચકરાવામાંથી મુક્તિ:સિંગણપોર-રાંદેર કોઝ-વે પરથી વાહનવ્યવહાર શરૂ, નોકરીયાતો અને વેપારીઓને ફાયદો
    Next Article
    આંગણવાડી બહેનોનું સન્માન કરી સાડીનું વિતરણ કરાયું:પારનેરા-પારડીમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય ભરતભાઈ પટેલ હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment