Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં શાળાના ઝઘડાની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી:સામસામી ફરિયાદ નોંધાઈ, પાઇપ-છરીના ઘા વાગ્યા, 7 સામે ગુનો નોંધાયો

    4 days ago

    મોરબીના શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડ પાસે ૧૩ ઓક્ટોબરની મોડી રાત્રે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. શાળાના ઝઘડાની અદાવતમાં થયેલી આ ઘટનામાં સામસામી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કુલ ૭ લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પ્રથમ પક્ષે ૧૭ વર્ષીય અલ્પેશભાઈ પરમારે ફરિયાદ નોંધાવી કે તેમના નાના ભાઈ ચંદ્રકાંતને સ્કૂલમાં પ્રિયાન જોગડ મારતો હતો. ઘટનાની રાત્રે પ્રિયાન જોગડ, મીત, પાર્થરાજસિંહ ઝાલા અને ઉર્વરાજસિંહ ઝાલાએ મારામારી કરી. પાર્થરાજસિંહે પાઇપથી અલ્પેશભાઈના માથામાં ઘા માર્યો, જેમાં તેમને ત્રણ ટાંકા આવ્યા. બીજા પક્ષે ૨૬ વર્ષીય ઉર્વરાજસિંહ ઝાલાએ ફરિયાદ કરી. તેમના ભાણેજ પાર્થરાજસિંહ ગોહિલે મારામારીની જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા. ત્યાં ચંદ્રકાંત તેમના સંબંધીઓને મારતો હતો. મારામારી અટકાવતા ચંદ્રકાંતના ભાઈઓ અલ્પેશભાઈ અને પરસોતમભાઈ સાથે ઝઘડો થયો. પરસોતમભાઈએ છરીથી ઉર્વરાજસિંહના ડાબા હાથમાં અને અલ્પેશભાઈએ ક્રિષ્નરાજસિંહના જમણા પગે ઈજા પહોંચાડી.
    Click here to Read More
    Previous Article
    Samsung Galaxy Glasses Leak Reveals Frame Designs, Specifications and Features Ahead of November Launch
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:દેવ પ્રયાગ સોસાયટીની મહિલાઓનો ટ્રેડિશનલ આઉટફિટમાં પાવરફૂલ લૂક, મોટેરામાં ગરબાની મોજ, સ્પેશિયલ ડોમ સ્ટાઈલ ડેકોરેશનથી ખેલૈયા ખુશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment