Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આધેડ 5 ફૂટ દૂર ઉછળીને પટકાયા, CCTV:પરવત પાટીયામાં MP રોડવેઝની બસનો કહેર, કેમિકલ વેપારીનું કરુણ મોત; અન્ય એક ઈજાગ્રસ્ત

    11 hours ago

    સુરત શહેરના પરવત પાટીયા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી એક મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 60 વર્ષીય કેમિકલ વેપારીનું મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે મોપેડ પર બેસેલા અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મધ્યપ્રદેશ પરિવહનની બસ અડફેટે લેતા અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ, પરવત પાટીયાની સમ્રાટ ટાઉનશીપમાં રહેતા અને કેમિકલનો વ્યવસાય કરતા ગજેન્દ્રકુમાર હુકમીચંદ જૈન (ઉં.વ. 60) બે દિવસ પહેલા પોતાની હીરો મેસ્ટ્રો મોપેડ (નંબર GJ-05-SN-4798) લઈને કોઈ કામ અર્થે નીકળ્યા હતા. તેમની સાથે મોપેડ પર તેમના મિત્ર ચંદ્રપ્રકાશ ચંપકલાલ જૈન પણ સવાર હતા. જ્યારે તેઓ પરવત પાટીયા હનુમાન મંદિર પાસે મેઈન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી મધ્યપ્રદેશ પરિવહનની બસ (નંબર MP-46-ZE-4356)ના ચાલકે મોપેડને અડફેટે લીધું હતું. CCTVમાં કેદ થયા ભયાનક દૃશ્યો અકસ્માત એટલો ભયાનક હતો કે બસની ટક્કર વાગતા જ વેપારી ગજેન્દ્રકુમાર હવામાં 5 ફૂટ દૂર ફેંકાયા હતા અને રોડ પર પટકાયા હતા. તેમને માથાના ભાગે અને ડાબા કાનમાંથી પુષ્કળ લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે તેમની મોપેડ બસના આગળના ટાયર પાસે ફસાઈ ગઈ હતી. હોસ્પિટલમાં દમ તોડ્યો, મિત્ર સારવાર હેઠળ ઘટના બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ગજેન્દ્રકુમાર જૈનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમના મિત્ર ચંદ્રપ્રકાશ જૈનને આંખ નીચે, માથામાં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે આઈ.એન.એસ (INS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હજુ ગંભીર હોવાનું જાણવા મળે છે. પુણા પોલીસે ગુનો નોંધ્યો મૃતકના પુત્ર તન્મય ગજેન્દ્રકુમાર જૈન (વ્યવસાયે CA)ની ફરિયાદના આધારે પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બસચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1), 281, 125(a), 125(b) અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પીએસઆઈ વી.સી. મસાણી આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    4 વર્ષીય માસૂમનો પગ લપસ્યો ને ઊંડા પાણીમાં ખાબકી:સુરતના સચિન GIDCમાં ઘર પાસે રમતા-રમતા આરાધ્યા નહેરમાં પડી, હોસ્પિટલમાં દમ તોડ્યો
    Next Article
    ટાટા હેરિયરમાંથી શેર બજારનો વ્યવસાય કરતા શખ્સનો મૃતદેહ મળ્યો:અમદાવાદમાં ખુલ્લા પ્લોટમાં ડ્રાઈવિંગ સીટ પર પડ્યો હતો, 7 દિવસ પહેલા મર્સિડિઝમાંથી લાશ મળી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment