Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 વર્ષીય માસૂમનો પગ લપસ્યો ને ઊંડા પાણીમાં ખાબકી:સુરતના સચિન GIDCમાં ઘર પાસે રમતા-રમતા આરાધ્યા નહેરમાં પડી, હોસ્પિટલમાં દમ તોડ્યો

    2 days ago

    સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં ઘર આંગણે રમી રહેલી એક માસૂમ બાળકી અચાનક નજીક આવેલી નહેરમાં પડી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. સચિન GIDC વિસ્તારમાં આવેલી ઓમ ઓમ સાઈ સોસાયટીમાં પ્રદીપભાઈ વર્મા પોતાના પરિવાર સાથે રહે છે. તેમની 4 વર્ષની લાડકવાયી પુત્રી આરાધ્યા આજે સવારના સમયે ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન તેની માતા ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતી. રમતા-રમતા આરાધ્યા ઘરની નજીકથી પસાર થતી નહેર પાસે પહોંચી ગઈ હતી અને અચાનક પગ લપસતા તે ઉંડા પાણીમાં ખાબકી હતી. બાળકી પાણીમાં ગરકાવ થતા જ ચીસાચીસ જેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ બાળકીને બહાર કાઢી સિવિલ ખસેડી બાળકી નહેરમાં પડી હોવાની જાણ આસપાસના લોકોને થતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક યુવાનોએ ભારે જહેમત બાદ બાળકીને નહેરમાંથી બહાર કાઢી હતી. આ સમયે બાળકી બેભાન અવસ્થામાં હતી. પરિવારજનો અને સ્થાનિકોએ સમય ગુમાવ્યા વગર તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ આરાધ્યાને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું માસૂમ આરાધ્યાના અચાનક મોતથી વર્મા પરિવાર ઊંડા શોકમાં ડૂબી ગયો છે. માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. ઘર આંગણે રમતી દીકરી થોડી જ વારમાં કાળનો કોળિયો બની જશે એવી કલ્પના પણ પરિવારે કરી ન હતી. આ ઘટનાએ ફરી એકવાર નાના બાળકો ધરાવતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો રજૂ કર્યો છે કે, બાળકો જ્યારે ઘરની બહાર રમતા હોય ત્યારે તેમના પર સતત દેખરેખ રાખવી કેટલી અનિવાર્ય છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી આ સમગ્ર મામલે સચિન GIDC પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા સોસાયટી અને નહેર આસપાસના વિસ્તારમાં પંચનામું કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવાનગરની મુલાકાત લીધી:પ્રાકૃતિક ખેતી, સોમ સરોવરનું નિરીક્ષણ કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો
    Next Article
    આધેડ 5 ફૂટ દૂર ઉછળીને પટકાયા, CCTV:પરવત પાટીયામાં MP રોડવેઝની બસનો કહેર, કેમિકલ વેપારીનું કરુણ મોત; અન્ય એક ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment