Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવાનગરની મુલાકાત લીધી:પ્રાકૃતિક ખેતી, સોમ સરોવરનું નિરીક્ષણ કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો

    2 days ago

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાનગર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતની સોમણી ગૌશાળાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગ્રામજનો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું. રાજ્યપાલે શુક્રવારે નવાનગર સ્થિત 'સોમણી ગૌશાળા'ની મુલાકાત લઈને ગૌ-પૂજન કર્યું હતું. આ તબક્કે તેમણે ગૌશાળામાં રહેલી ૩૧૦ જેટલી દેશી ગાયોના આરોગ્ય અને દૂધ ઉત્પાદન ક્ષમતા અંગે પશુપાલન અધિકારીઓ સાથે તકનીકી ચર્ચા કરી હતી. રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પશુપાલનને વધુ નફાકારક બનાવવા માટે દેશી ગાયોમાં 'બ્રીડ ઇમ્પ્રૂવમેન્ટ' (નસલ સુધારણા) પર ધ્યાન આપવું જરૂરી છે. તેમણે પશુપાલકોને પરંપરાગત પદ્ધતિમાં જરૂરી સુધારા કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બ્રીડ તૈયાર કરવા સૂચન કર્યું હતું. નવાનગરના ગ્રામજનો દ્વારા જનભાગીદારીથી તૈયાર કરવામાં આવેલા 'સોમ સરોવર'ની મુલાકાત લેતા રાજ્યપાલ પ્રભાવિત થયા હતા. આ સરોવર થકી સમગ્ર ગામની ખેતીલાયક જમીનને ડ્રીપ ઇરિગેશન (ટપક પિયત પદ્ધતિ) સાથે જોડીને પાણીનો જે કરકસરભર્યો ઉપયોગ કરવામાં આવે છે, તેને રાજ્યપાલે જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. સ્થાનિક ખેડૂતો સાથેના સંવાદમાં રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના ફાયદા સમજાવતા કહ્યું હતું કે, રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી એ આજના સમયની માંગ છે. તેમણે ખેડૂતોને પ્રાયોગિક ધોરણે ખેતરના એક નાના ભાગમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા, જેથી જમીનનું સ્વાસ્થ્ય જળવાય અને લોકોને શુદ્ધ આહાર મળી રહે. આ મુલાકાત દરમિયાન હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના સરસવા ગામે બે બાઇક અથડાઈ:એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં સારવાર હેઠળ
    Next Article
    4 વર્ષીય માસૂમનો પગ લપસ્યો ને ઊંડા પાણીમાં ખાબકી:સુરતના સચિન GIDCમાં ઘર પાસે રમતા-રમતા આરાધ્યા નહેરમાં પડી, હોસ્પિટલમાં દમ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment