Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં સખી મંડળોને રૂ. 2.04 કરોડથી વધુ લોન:સખી મંડળોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનો હેતુ

    17 hours ago

    તાપી જિલ્લાના કુલ 132 સખી મંડળોને રૂ. 204.50 લાખ (રૂ. 2.04 કરોડથી વધુ) ની કેશ ક્રેડિટ લોન મંજૂર કરીને વિતરિત કરવામાં આવી હતી. આ વિશાળ ધિરાણ મહિલાઓને તેમના વ્યવસાયો શરૂ કરવા અથવા વિસ્તૃત કરવા માટે મદદરૂપ થશે. લોન વિતરણ કાર્યક્રમ દરમિયાન, બેંક ઓફ બરોડાના શાખા મેનેજરો દ્વારા સખી મંડળની બહેનોને બેંકિંગ સેવાઓ, ધિરાણનો અસરકારક ઉપયોગ, નાણાકીય આયોજન અને સ્વરોજગારના વિવિધ અવસરો વિશે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં બેંક ઓફ બરોડાની તમામ શાખાઓના કર્મચારીઓ તેમજ મિશન મંગલમ, તાપીના અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી. તેમના સંયુક્ત પ્રયાસોથી આ સ્થાપના દિવસની ઉજવણી યાદગાર બની હતી. બેંક ઓફ બરોડા અને મિશન મંગલમના આ સંયુક્ત પ્રયાસો થકી મળેલી નાણાકીય સહાય સખી મંડળની બહેનોને તેમના સ્વરોજગારીના વ્યવસાયો શરૂ કરવા અને તેને વધુ વિસ્તૃત કરવા માટે મોટું બળ પૂરું પાડશે. આ પહેલ તાપી જિલ્લાની મહિલાઓને સાચા અર્થમાં આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવામાં અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ABVPનો હલ્લાબોલ:UGCના નિયમોનું ઉલ્લંઘન કરનાર એસ. કે.પટેલ કોલેજ સામે મોરચો, વિદ્યાર્થીઓના મૂળ સર્ટિફિકેટ્સ તાત્કાલિક પરત કરવા માગ
    Next Article
    હાથીખાનાની રામાપીર ચાલીમાં એક મકાનના પતરા ધરાશાયી:મકાનમાં બેઠેલા યુવાનનો બચાવ, ટોઇલેટના કારણે ઘટના બન્યાનો આક્ષેપ; કોર્પોરેશનના પાપે પરિવારે છત ગુમાવી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment